પીએમની સોનાની મૂર્તિ બનાવવામાં આવી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સંજીવ રાજપૂત-સુરત

પીએમની સોનાની મૂર્તિ બનાવવામાં આવી

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો પર જીત મળી. આ પ્રચાર દરમ્યાન પીએમ મોદી દ્વારા અનેક વખત ગુજરાત પ્રવાસ કરી ભાજપને જીતાડવા કમરતોડ પ્રચાર કર્યો હતો અને તેના પરિણામે જીત પણ મેળવી. જેને અનુલક્ષીને સુરત માં 156 ગ્રામ સોનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવાઇ છે. ગુજરાતમાં 156 સીટ જીત બદલ આ મૂર્તિ બનાવવામાં આવી છે. આ આખી મૂર્તિ બનાવવામાં 15 થી 20 કારીગરોની મહેનત રહી છે. આ મૂર્તિની કિંમત અંદાજીત 11 લાખ છે જેને રાધિકા ચેન્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે.

TejGujarati