શ્રી ગુજરાતી સેવા મંડળ સિકંદરાબાદ દ્વારા સંચાલિત GSM વેલ્ફેર સોસાયટી’ ને ‘ધી ગુજરાતી મિચ્યુઅલ એઈડેડ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ‘ તરીકે રૂપાંતરીત કરવામાં આવી:

સમાચાર

‘શ્રી ગુજરાતી સેવા મંડળ સિકંદરાબાદ’ સંચાલિત ‘GSM વેલફેર સોસાયટી’ ને ‘ધી ગુજરાતી મિચ્યુઅલ એઇડેડ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ’ તરિકે રૂપાંતરિત કરવામાં આવી. જુની ઓફિસ ને રિનોવેટ કરી નવું રૂપ આપવામા આવ્યુ.
              સિકંદરાબાદ બીએપીએસ સંસ્થાના કોઠારી સ્વામી પૂજ્ય આત્મચિંતન દાસજી અને પરમનિષ્ટ સ્વામીજી દ્વારા સોસાયટીના તમામ ડાયરેક્ટરો, સેવા મંડળના તમામ સભ્યો, હોદ્દેદારો અને કર્મચારીગણની હાજરીમાં તા.૩૧-૧૨-૨૨ શનિવારના રોજ ‘મહા-પૂજા’ કરવામાં આવેલી.
શ્રી ગુજરાતી સેવા મંડળ સિકંદરાબાદ દ્વારા સંચાલિત GSM વેલ્ફેર સોસાયટી’ ને ‘ધી ગુજરાતી મિચ્યુઅલ એઈડેડ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ‘ તરીકે રૂપાંતરીત કરવામાં આવી:-

‘શ્રી ગુજરાતી સેવા મંડળ સિકંદરાબાદ’ સંચાલિત ‘GSM વેલફેર સોસાયટી’ ને ‘ધી ગુજરાતી મિચ્યુઅલ એઇડેડ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ’ તરિકે રૂપાંતરિત કરવામાં આવી. જુની ઓફિસ ને રિનોવેટ કરી નવું રૂપ આપવામા આવ્યુ.
              સિકંદરાબાદ બીએપીએસ સંસ્થાના કોઠારી સ્વામી પૂજ્ય આત્મચિંતન દાસજી અને પરમનિષ્ટ સ્વામીજી દ્વારા સોસાયટીના તમામ ડાયરેક્ટરો, સેવા મંડળના તમામ સભ્યો, હોદ્દેદારો અને કર્મચારીગણની હાજરીમાં તા.૩૧-૧૨-૨૨ શનિવારના રોજ ‘મહા-પૂજા’ કરવામાં આવેલી.
સોસાયટીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને ડાયરેક્ટર શ્રી જશભાઈ પટેલ અનિવાર્ય કારણોસર બહારગામ હોવા છતાં વિડીયો કોલ મારફત સોસાયટીની પ્રગતિ અને ઉન્નતી થાય અને વધારે ને વધારે આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનોને સોસાયટીનો લાભ મળતો રહે તે બાબત અને મહાપુજા માટે હાર્દિક શુભેચ્છા પાઠવેલી.
               આ સોસાયટીના સભ્યોને માટે વિવિધ લોન જેવી કે પર્સનલ લોન, ધંધા માટેની લોન, ઘર ખરીદવા લોન, ઘર રીપેરીંગ માટે લોન, મકાન બાંધકામ લોન, ટુ વ્હીલર અને કાર ખરીદી માટે લોન, પ્રવાસ માટે લોન, અભ્યાસ માટે લોન, તબીબી સહાય માટેની લોન, કુમારીકાઓના લગ્નની લોન, સુવાવડ માટેની લોન, તીર્થયાત્રા માટે લોન વિગેરે વિગેરે લોન ખૂબ જ ઓછા વ્યાજના દરથી આપવામાં આવશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર સામાન્ય કરતાં વધારે વ્યાજ પણ આપવામાં આવશે.
નામદાર સરકારશ્રીની વર્તમાન પોલીસી મુજબ સોસાયટી નો તમામ નાણાકીય વહેવાર વહીવટ બેંક મારફત ચેકથી જ કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છે કે સોસાયટીના સભ્યોને જે ડિવિડન્ડ અને વ્યાજની રકમ મળશે. તેના ઉપર ટીડીએસ કપાશે નહીં. તમામ શેર હોલ્ડરો અને સભ્યોને મળશે.

સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટરો નીચે મુજબ છે.

ચેરમેન:- શ્રી ઘનશ્યામભાઈ પટેલ 
વાઇસ ચેરમેન:- શ્રી જનકભાઈ બ્રહ્મભટ્ટ
મેનેજિંગ ડિરેક્ટર:- શ્રી મહેશભાઈ દાવડા
ફાઈનસ ડિરેક્ટર:- શ્રી પ્રદીપભાઈ ચોકસી
ફાઇનાન્સ ડેપ્યુટી ડિરેક્ટર:- શ્રી નરેન્દ્રભાઈ કોટક
એડમિનિસ્ટ્રેટિવ ડિરેક્ટર:- શ્રી રાકેશભાઈ પટેલ
ડિરેક્ટરો બોર્ડ સભ્યો:-
શ્રી જશભાઈ પટેલ 
શ્રી ગિરીશભાઈ રંગપરીયા
શ્રી આશિતભાઈ કાડકિયા 
શ્રી જયંતીભાઈ પટેલ
શ્રી સુરેશભાઈ ગઢીયા 
શ્રી વિષ્ણુભાઈ પટેલ
              સોસાયટી ઓફિસ  ‘મહા-પૂજા’ આયોજન વહીવટી ડાયરેક્ટર શ્રી રાકેશભાઈ પટેલ ની દેખરેખ નીચે ખુબ સરસ રીતે કરવામાં આવેલું.

TejGujarati