નાતાલ પર્વેસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ,રવિ રજામાં 50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
27મી ડિસેમ્બર થી આવનારા તમામ પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરાયો
રાજપીપલા, તા 25
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે હાલ નાતાલ પર્વને આવનારી 31મી ડિસેમ્બરના પર્વને કારણે પ્રવાસીઓની સંખ્યામાં અવિરત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને શનિ-રવિ બે દિવસમાં 50,000 થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. અને 31મી ડિસેમ્બર સુધીમાં આ સંખ્યા એક લાખનો આંકડો પાર કરે તેવી શક્યતા છે.
જોકે પ્રવાસીઓની વધતી જતી સંખ્યા અને વિશ્વ અને દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે તંત્રએ પણ સાવચેતીના પગલાં લીધા છે.
તે મુજબ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને તેમ
ની સલામતી માટે માસ્ક પહેરવું ફરજિયાત કરાયું.છે
હવેથી 27મી ડિસેમ્બર થી આવનારા તમામ પ્રવાસીઓએ ફરજિયાત માસ પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન કરવું પડશે. અને અન્ય પ્રવાસી
આકર્ષણોની મુલાકાતે
આવતા તમામ પ્રવાસીઓ
માટે કોવીડના નિયમોનું
પાલન કરવું તેમજ માસ્ક
પહેરવું ફરજીયાત રહેશે.
ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ભીડવાળી જગ્યા છે.જ્યાં કોરોનાથી સંક્રમિત થવાની સૌથી વધુ શક્યતા છે. ત્યારે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર આગોતરા જ સાવચેતીના પગલાં લીધા છે.પ્રવાસીઓ પણ કોવીદના નિયમનું પાલન કરે તે જરૂરી છે એવી અપીલ કરવામાં આવી છે.
તસવીર : દીપક જગતાપ, રાજપીપલા