· વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગને પ્રોત્સાહન આપવા માટે ઈન્ડો-જર્મન જોઈન્ટ વર્કિંગ ગ્રુપની 12મી બેઠક યોજાઈ
યુવાનોને યોગ્ય કૌશલ્યો સાથે સશક્તિકરણ કરીને તેમને યોગ્ય તકો ઉપલબ્ધ કરાવીને આર્થિક વિકાસને વેગ આપવા માટે વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગ(VET)ને પ્રોત્સાહન આપવા માટે આજે નવી દિલ્હીમાં ઈન્ડો-જર્મન જોઈન્ટ વર્કિંગ ગ્રુપની 12મી બેઠક યોજાઈ હતી. મીટિંગમાં થયેલી ચર્ચાઓનો ઉદ્દેશ્ય જર્મન ધોરણો મુજબ અગ્રતા ક્ષેત્રોમાં કૌશલ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે VET માટે પ્રમાણભૂત પદ્ધતિને સંસ્થાકીય બનાવવાનો હતો. કૌશલ્યના અંતરનું મૂલ્યાંકન કરવા માટે એક કૌશલ્ય મેપિંગ કવાયત હાથ ધરવામાં આવશે અને તેના આધારે ભારતીય કામદારોના કૌશલ્ય પ્રશિક્ષણ માટે બ્રિજ કોર્સ અને અપસ્કિલિંગ પ્રોગ્રામ્સ તૈયાર કરવામાં આવશે.
ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી ડૉ. કે.કે. દ્વિવેદી તેમજ ઇન્ટરનેશનલ કોઓપરેશન ઇન વોકેશનલ ટ્રેનિંગ તેમજ ફેડરલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (BMBF) ના ERASMUS ડિવિઝન 222ના સિનિયર પોલીસી ઓફિસર શ્રી એલેક્ઝાન્ડર હોચ્રેડેલ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી
આ મીટિંગ દરમિયાન બંને દેશોએ એમ્પ્લોયર કનેક્ટ માટે એક માળખું સ્થાપિત કરવા અને સંબંધિત સંસ્થાઓ સાથે G2G, G2B અને B2B ટાઈ-અપ દ્વારા બંને દેશોમાં તાલીમ પ્રદાતાઓની મ્યુચ્યુઅલ માન્યતા આર્થિક વિકાસમાં કેવી રીતે કુશળ પ્રમાણિત કામદારો ભાગ લઈ શકે તે અંગેની ચર્ચા કરી હતી. ફેડરલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (BMBF) અને ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (BMZ) એ NSDCI ને નોકરીના વર્ણન, પાત્રતાના માપદંડો, વિદેશી ભાષાની તાલીમ અને અભ્યાસક્રમની વિગતો સહિતની માંગની જરૂરિયાતો અને એમ્પ્લોયરના આદેશોની એકત્રીકરણની ચર્ચા કરી હતી. BMBF અને BMZ ટ્રેનર્સની તાલીમ (ToT), ટ્રેનર્સ ઑફ એસેસર્સ (TOA), વિદેશી ભાષાની તાલીમ, ઉદ્યોગ-સંબંધિત સામગ્રીના વિકાસ અને અભ્યાસક્રમ માટે ટેકનિકલ સપોર્ટ પણ પ્રદાન કરી શકે છે.
આ પ્રસંગે શ્રી ડૉ. કે.કે. દ્વિવેદીએ કહ્યુ કે, આપણી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની મજબૂતાઈને કારણે જર્મની યુરોપમાં ભારતના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંનું એક છે. આજની બેઠકમાં થયેલી ચર્ચાઓ બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. અમે વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ દ્વારા અર્થતંત્રને આગળ ધપાવીશું. ભારતથી જર્મની સુધી વર્કફોર્સ મોબિલિટીની મોટી સંભાવના છે. 2021માં જર્મનીના લગભગ એક તૃતીયાંશ બ્લુ કાર્ડ પ્રાપ્તકર્તાઓ ભારતમાંથી આવ્યા છે તે જર્મનીમાં કૌશલ્ય અને પ્રતિભાની જરૂરિયાતો અને યુવા, શિક્ષિત અને કુશળ વ્યક્તિઓના વિશાળ ભંડાર વચ્ચે અસ્તિત્વમાં રહેલી વિશાળ પૂરકતાનો પુરાવો છે. ભારત જર્મની સાથે ભારતના બહુ-આયામી સહયોગમાં સકારાત્મક યોગદાન આપી શકે છે.
એપ્રેન્ટિસશીપ કૌશલ્ય વિકાસના સૌથી ટકાઉ મોડલ પૈકીનું એક છે. ભારત એપ્રેન્ટિસશીપ તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને શૈક્ષણિક અને વ્યાવસાયિક ડોમેનમાં વર્ચ્યુઅલ/ફિઝિકલ એક્સચેન્જ પ્રોગ્રામ્સ માટે પ્રસ્તાવ મૂકે છે જ્યાં વિદ્યાર્થીઓ બંને દેશોમાં જોબ પ્રોજેક્ટ્સ દરમિયાન કમાણી કરી શકશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ERASMUS ડિવિઝન 222ના સિનિયર પોલીસી ઓફિસર શ્રી એલેક્ઝાન્ડર હોક્રેડેલ કહ્યું કે, ભારત પાસે યુવા પ્રતિભાઓનો ખજાનો છે, જે વિવિધ વેપારો માટે આપણા દેશમાં કુશળ માનવશક્તિની જરૂરિયાતોને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. નિઃશંકપણે, VET એ આજની ગતિશીલ ઇકોસિસ્ટમમાં સર્વોપરી બની ગયું છે અને કુશળ માનવબળ જ આજના કાર્યની દુનિયામાં આ પરિવર્તનને સંબોધવા માટેનો જવાબ હોઈ શકે છે. તાજેતરમાં જાહેર કરાયેલ જર્મન ઇમિગ્રેશન એક્ટની વર્તમાન સિસ્ટમ હેઠળ, વ્યાવસાયિક લાયકાતની સમકક્ષતાની માન્યતા બે દેશો વચ્ચે તાલમેલ લાવવા માટે નિર્ણાયક છે. વધુમાં, જર્મનીમાં મુખ્ય ક્ષેત્રોમાં કૌશલ્યના અંતરની મેપિંગ કવાયત હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે જેના આધારે જર્મનીમાં ભારતીય કર્મચારીઓની કૌશલ્ય તાલીમ માટે બ્રિજ કોર્સ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી શકે છે.
અગાઉ ભારતે જર્મની સાથે ઈન્ડો-જર્મન વોકેશનલ એજ્યુકેશન ટ્રેનિંગ, SINADE, IGnITE (તકનીકી શિક્ષણ માટે ઈન્ડો-જર્મન પહેલ), QualIndia અને iMOVEto જેવા પ્રોજેક્ટ્સમાં ભારતીયોની વિદેશી ગતિશીલતા વધારવા માટે સહયોગ કર્યો છે. સ્થળાંતર કરનારા કર્મચારીઓની આવક અને રેમિટન્સ ટ્રાન્સફરમાં સુધારો કરવા માટે કૌશલ્ય ગેપ મેપિંગ અને વૈશ્વિક કૌશલ્ય સંવાદિતા માળખા માટે પ્રમાણભૂત પદ્ધતિ તરફ આગળ વધવું મહત્વપૂર્ણ છે.
BMBF એ બોટમ-અપ એપ્રોચ (SINADE) દ્વારા ઉત્તર ભારતમાં ઔદ્યોગિક ક્લસ્ટરોમાં ડ્યુઅલ VETના કંપની મોડલ્સને મજબૂત કરવા પર એક પૂરક પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડ્યું છે. પ્રોજેક્ટનો ઉદ્દેશ દ્વિ -વ્યાવસાયિક તાલીમ માટે કોર્પોરેટ બ્લુપ્રિન્ટ વિકસાવવાનો છે.
NSDCI એ તાજેતરમાં 16 દેશો (2022-2027) માં કર્મચારીઓની માંગનું વિશ્લેષણ કરવા માટે અભ્યાસ હાથ ધર્યો છે. નજીકના ભવિષ્યમાં જર્મની માટે કુશળ કાર્યબળની તીવ્ર અછત મુખ્ય પડકાર બનવાની તૈયારીમાં છે જે વિવિધ ઉદ્યોગોમાં ઉભરતા પ્રવાહોને મૂડી બનાવવા માટે વૈશ્વિક કૌશલ્ય મેપિંગની જરૂરિયાતને પ્રકાશિત કરે છે. મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, વોલસેલ અને રિટેલ, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કન્ટસ્ટ્રક્શનમાં કુશળ કર્મચારીઓની માંગ સૌથી વધુ રહેશે.