જામનગરમાં જંગી લીડથી વિજેતા ભાજપ ઉમેદવારોની વિજયસભા

સમાચાર

જામનગર
સંજીવ રાજપૂત

જામનગરમાં જંગી લીડથી વિજેતા ભાજપ ઉમેદવારોની વિજયસભા

વિધાનસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લાની 78 વિધાનસભા બેઠક પરથી ભાજપના રિવાબા જાડેજા અને 79 બેઠક પરથી દિવ્યેશ અકબરીનો ભારે લીડથી વિજય થતા જામનગર ચાંદી બજાર ખાતે રાત્રે પ્રજાનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને ઉમ્મદવારો સહિત સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા, અમીબેન ત્રિવેદી, શહેર અધ્યક્ષ ડૉ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ ભાંભણીયા અને વિજયસિંહ જેઠવા, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, બેઠક ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, મનીષ કટારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, ભાજપ મીડિયાના ભાર્ગવ ઠાકર, કોર્પોરેટરો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયર, પદાધિકારીઓ વગેરે સહિત જામનગરના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારો અને ઉપસ્થિત મહાનુભાવોએ જામનગર જનતાનો જંગી લીડથી જીતાડવા માટે આભાર પ્રગટ કર્યો હતો.

TejGujarati