જીવનમાં વણાયેલી ધાર્મિક આસ્થા સાત કલાકારોના કલાસર્જનમાં અંકારાઈ. – લેખકઃ વિનય પંડ્યા ( અમદાવાદ)

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

કલાસર્જનમાં કેનવાસ ઉપર એટલેકે કલાકારની કૃતિમાં પોતાના સંસ્કાર, આચાર – વિચાર, પ્રકૃતિ, હૃદય માં અંકિત થયેલ સ્મૃતિઓ વિગેરેનું રૂપાંતર ઉપસી આવતું હોય છે પરમાત્માની વિશેષ કૃપાજ આપણને કલાસર્જક બનાવે છે. માટે કલા એજ આપણી આરાધના, પ્રાર્થના કે પૂજા તુલ્ય રહી છે
ધ આર્ટ ગેલેરી અમદાવાદ ની ગુફા ખાતે સાત કલાકારોનો ખુબજ સુંદર કલાકૃતિઓનો ગ્રુપ શૉ યોજવામાં આવ્યો જેમાં બધા જ કલાકાર જમશેદપુર ઝારખંડ થી આવ્યા હતા બાદલ પ્રામાણિક, પંકજ પાલ, રીન્કુ પ્રામાણિક, સોમા બેઉરા , રુચિ અગ્રવાલ, સોનલ ખરા તથા સંગીતા દવે એ ભાગ લીધો હતો.
પોતાની આગવી કાલા દર્શાવતા આ પ્રદર્શનમાં શિવ-શક્તિ , ગણેશજી, બુદ્ધ, શ્રી યંત્ર, પંચતત્વ, ધર્મ, આસ્થા, જીવનમાં જળ નું મહત્વ, નેચર એજ જીવન, જીવન રહસ્ય, ૩ડી માં આબેહૂબ કુદરતી દ્રશ્યો, શિલ્પકલામાં પરીઓ, રુદ્રાક્ષના રહસ્યો તેમજ ઝારખંડમાં ઉજવાતા ધાર્મિક પ્રસંગ ઉપર આધારિત અદભુત કલાસર્જન આ પ્રદર્શન માં જોવા મળ્યું.
લેખકઃ વિનય પંડ્યા ( અમદાવાદ)

TejGujarati