રતનપુર નજીક પ્રીમિયમ રિસોર્ટ સાથે સર્વત્ર ગ્રુપે હોસ્પિટાલિટી બિઝનેસમાં પ્રવેશ કર્યો

બિઝનેસ

 

 

 

 

અમદાવાદ: અમદાવાદ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રૂપ જે જીવન જીવવાની રીતને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ ગુજરાત-રાજસ્થાન બોર્ડર રતનપુર નજીક પ્રીમિયમ રિસોર્ટ સાથે હોસ્પિટાલિટી બિઝનેસમાં પ્રવેશ કર્યો છે.

 

 

 

સર્વત્ર ગ્રૂપે વેલકમ હેરિટેજ સાથે જોડાણ કર્યું છે જે આઇટીસી લિમિટેડ અને જોધાના હેરિટેજ વચ્ચે વર્ષ 1997માં સ્થપાયેલું સંયુક્ત સાહસ છે .વેલકમ હેરિટેજ મહેલો, કિલ્લા હવેલીઓ અને રિસોર્ટ્સના અનન્ય પોર્ટફોલિયો સાથે ભારતમાં હેરિટેજ હોસ્પિટાલિટી અને પર્યટનની શ્રેષ્ઠ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ હેરિટેજ આતિથ્યની શ્રેષ્ઠ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.

 

“અમે ઝડપથી વિકસતા હોસ્પિટાલિટી બિઝનેસમાં અમારા પ્રવેશ અંગે ઉત્સાહિત છીએ. આ રિસોર્ટ શ્રેષ્ઠ સુવિધાઓ અને વાતાવરણથી સજ્જ વૈભવી રિસોર્ટ હશે અને મહેમાનો માટે શ્રેષ્ઠ-ઇન-ક્લાસ અધિકૃત અનુભવ પ્રદાન કરશે. આ રિસોર્ટ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે.

સર્વત્ર ગ્રુપની સ્થાપના વર્ષ 2012માં મિત્રોમાંથી ભાગીદાર બનેલા ધવલ સોલંકી, ધવલ પટેલ અને બ્રિજેશ પટેલ દ્વારા રિયલ એસ્ટેટમાં મૂલ્ય ઉમેરવાના મિશન સાથે કરવામાં આવી હતી. માત્ર એક દાયકામાંતેણે અનન્ય અને નવીન પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પોતાના માટે એક અનોખી જગ્યા બનાવી છે.

 

“પ્રીમિયમ રિસોર્ટ સાથે હોસ્પિટાલિટી સેગમેન્ટમાં પ્રવેશ એ ગ્રુપની યાત્રામાં એક નવા વૃદ્ધિ પ્રકરણને ચિહ્નિત કરે છે. તે રિસોર્ટ્સ હોય, વીકએન્ડ હોમ્સ અને વિલા પ્રોજેક્ટ્સ હોય કે પછી એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ હોય.અમે નવા બેન્ચમાર્ક સેટ કરવા માટે પ્રતિબદ્ધ છીએ તેમ સર્વત્ર ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું.

 

ગ્રુપે અત્યાર સુધીમાં 40 લાખ ચોરસ ફૂટ કરતાં વધુ જમીન હસ્તગત કરી છે અને 18 લાખ ચોરસ ફૂટથી વધુ બાંધકામ હાથ ધર્યું છે. તેણે અત્યાર સુધીમાં પાંચ પ્રોજેક્ટ્સનું અમલીકરણ કર્યું છે, જેમાં લક્ઝરી વિલા, ફાર્મહાઉસ અને વીકએન્ડ હોમ પ્રોજેક્ટ્સ અને એક ગાંધીનગરમાં એફોર્ડેબલ તેવા હાઉસિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વધુ પાંચ પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યા છે.

 

 

“સર્વત્ર ગ્રુપમાં અમે માનીએ છીએ કે જીવન પ્રકૃતિ સાથે અદ્ભુત છે. અમારા તમામ પ્રોજેક્ટની ડિઝાઇન અને અમલીકરણમાં કુદરતી માહોલને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે. સર્વત્ર ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કેજ્યારે વૈભવી ઘરોની વાત આવે છે ત્યારે અમે વિકસિત જીવનશૈલી અને ગ્રાહકોની પસંદગીઓ બદલવાનો લાભ મેળવવા માટે અનન્ય રીતે તૈયાર છીએ.

TejGujarati