અનઅપેક્ષિત થવાથી આપનો આંતરિક વિકાસ થશે. જે વિકાસ વિશ્રામદાયી નથી તે વિકાસ શું કામનો? પાંચ વીટપનો સમૂહ એ જ પંચવટી છે. રામ મનના સાધુ છે,મહાદેવ વચનના સાધુ છે, હનુમાનજી સેવા-કર્મના સાધુ છે.

ધાર્મિક

 

ધર્મધરા કુરુક્ષેત્ર ઉપરથી પાંચમા દિવસે અનેક સંત ગણોની હાજરીમાં બાપુએ કહ્યું કે એક પ્રશ્ન એવો છે કે જો વ્યક્તિ અપેક્ષા મુકત થઈ જાય તો જગતનો વિકાસ રોકાઈ જશે.બાપુએ કહ્યું કે દુનિયાનું જે થાય તે,પણ અનઅપેક્ષિત થવાથી આપનો આંતરિક વિકાસ થશે.આપની દક્ષતા વધે છે-કર્મ કરવાની દક્ષતા વધે છે.અર્જુને કૃષ્ણને કહ્યું કે હથિયાર ના ઉઠાવો પણ મારા ઘોડાની લગામ હાથમાં લેજો! ભગવાને મનમાં કહ્યું હશે કે મારું કોઈ ઠેકાણું નહીં હું લગામ પણ છોડી દઈશ જ્યારે ભીષ્મ આવશે.શસ્ત્ર ન ઉઠાવ્યું પણ શાસ્ત્ર ઉઠાવ્યું અને એ હતું ભગવત ગીતા.સુદર્શન ચક્ર ઉઠાવ્યું આ સુદર્શન સૌથી મોટું શાસ્ત્ર છે મહાપુરુષનું દર્શન,વિજયશ્રીની તો વાત છોડો,ફળની વાત છોડો,રસ આવવા માંડે છે. દુનિયાનો વિકાસ પવિત્રતા વધવાથી થાય છે.અપેક્ષા મુક્ત થવાથી જ વિકાસ થશે,મલિનતાથી નહીં થાય. વિનાશકારી હોય એ વિકાસ શું કામનો? અન અપેક્ષિત થવાથી આપણી વ્યક્તિગત પવિત્રતાનો વિકાસ થાશે.જેટલા ખાલી થશો એટલું એ વધારે ભરશે.જે વિકાસ વિશ્રામદાયી નથી તે વિકાસ શું કામનો?અને પાંચ પાંડવ ધર્મ ક્ષેત્ર છે. રામચરિતમાનસ કહે છે:ધરમ ન દૂસર સત્ય સમાના.. સત્ય જેવો કોઈ ધર્મ નથી.રામ મનના સાધુ છે, મહાદેવ વચનના સાધુ છે અને હનુમાનજી સેવા- કર્મના સાધુ છે.રામો વિગ્રહવાન ધર્મ. પહેલું ધર્મક્ષેત્ર સત્ય છે,બીજું ધર્મ ક્ષેત્ર આત્મબળ-સંકલ્પબળ છે. અધર્મ એટલો વ્યાપ્ત થઈ જાય પછી ધર્મની જય માત્ર નારો છે,આમ કરવું જોઈએ એટલું કહીને રહી જાય એ કાયરતા છે.સૌંદર્ય ધર્મક્ષેત્ર છે અને અહંકાર મુક્ત સરળતા,સહજતા પણ ધર્મક્ષેત્ર છે.અધર્મના ઘણા-સો જેટલા ક્ષેત્ર છે,પણ ધર્મક્ષેત્ર પાંચ જ છે. પંચવટી આપણું શરીર છે જ્યાં જ્ઞાન,ભક્તિ,જીવ અને ઈશ્વરનો ભેદ,માયા,વૈરાગ્યની સંવાદી ચર્ચાઓ થઈ છે.પંચવટીમાં બેનો સંગમ છે એક-સરિતા ગોદાવરી અને બીજું સવિતા-સૂર્ય.દરેક નદી ગોદાવરી છે.જે પોતાની ગોદમાં ધારણ કરે છે એ ગોદાવરી છે. સરિતા પણ ગોદાવરી છે,સવિતા પણ ગોદાવરી છે. રામચરિત માનસને પણ નદીની ઉપમા મળી છે એ પવિત્ર પ્રવાહની ધારા છે.ગોદાવરીના તટ ઉપર કોઈ બુધ્ધપુરુષ મળી જાય તો પાંચ પ્રશ્ન પૂછવા જોઈએ. પંચવટીમાં પાંચ ઘટના ઘટી છે:લક્ષ્મણને ઉપદેશ, સુર્પણખાણે દંડ,ખર-દૂષણને મરણ,સીતાનું અપહરણ અને જટાયુને પરમગતિ.આપણા જીવનની પંચવટીની કદર કરો.શરીર રૂપી પંચવટીમાં પાંચ પ્રશ્નો પૂછ્યા:જ્ઞાન શું છે? વૈરાગ્ય શું છે?માયા શું છે?ઈશ્વર અને જીવ વચ્ચેનો ભેદ શું છે?અને ભક્તિ શું છે?બિંદુજી મહારાજે કહેલું કે પંચવટીના પાંચમા દિવસે આ પાંચ-પાંચ પ્રશ્નોની વાતોનો પ્રસંગ બનેલો. પંચવટીનો અર્થ કોઈ એમ કહે છે કે પાંચ વડના વૃક્ષો હતાં.એમ નથી.અહીં પાંચ પ્રકારના વૃક્ષો હતા: આમળા-ધાત્રી,પીપલ,બીલી,વટવૃક્ષ અને અશોકનુંવૃક્ષ.આ પાંચ વૃક્ષના સમૂહને ગ્રંથોએ પંચવટી કહ્યું છે.પાંચ વીટપનો સમૂહ એ જ પંચવટી છે.ગીતાજીમાં જ્ઞાનની,વૈરાગ્યની ચર્ચા,માયાનું નિરૂપણ,ભક્તિની ચર્ચા વિસ્તારથી થયેલી છે રામચરિત માનસમાં એ સંક્ષિપ્તમાં છે.પીપલ એટલે માયા.સંસારની માયાની છાયામાંથી ઈશ્વર જુએ છે. બે પ્રસંગ છે સુતીક્ષ્ણ અને વાલી આ બંનેને ભગવાન પીપલ-માયાની છાયામાંથી જોઈ રહ્યા છે.આથી જ માયા શું છે એવો પ્રશ્ન પૂછ્યો છે.બીલીપત્ર વૈરાગ્યનું પ્રતિક છે.બીલીપત્ર શંકરના ત્યાગની ઉપર પણ ચડી જાય છે.લક્ષ્મણ પૂછે છે વૈરાગ્ય શું છે?વટવૃક્ષ જ્ઞાનનું વૃક્ષ છે.આમળા ઈશ્વર જીવના ભેદનો સંકેત છે અને અશોકવૃક્ષ ભક્તિનો સંકેત છે.પાંચ પ્રશ્નોની ભૂમિકા છે અહીં ચોપાઈ છે:

હે પ્રભુ પરમ મનોહર ઠાંઉ;

પાવન પંચબટી તેહિ નાઉ.

દંડક બન પુનિત પ્રભુ કરહું;

ઉગ્ર સાપ મુનિબ કર કરહું.

બાસ કરહું તંહ રઘુકૂલ રાયા;

કીજૈ સકલ મુનિન્હ પર દાયા.

રામચરિત માનસમાં ત્રણ વખત સુખઆસિન શબ્દ આવ્યો છે.અહીં પ્રશ્ન પૂછવાની ભૂમિકાની કથા બાદ કથા પ્રવાહમાં શિવચરિત્ર બાદ રામજન્મનાં કારણો અને રામજન્મની સમગ્ર વિશ્વને મધુર વધાઇ સાથે આજની કથાને વિરામ અપાયો.

 

TejGujarati