અમદાવાદની ગુફામાં ઝારખંડનાં સાત કલાકારોનું એક્ઝિબિશન શરૂ થયુ.

ધાર્મિક ભારત રમત જગત સમાચાર

હાલ અમદાવાદ ખાતે એક આર્ટ શૉ નુ આયોજન કરવામાં આવ્યું. શિલ્પી નિકેતનના સૌજન્યથી અમદાવાદની ગુફાથી પ્રસિધ્ધ એવા કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી પાસે નવરંગપુરા ખાતે યોજવામા આવેલ છે, જેનું ઉદ્દઘાટન જાણીતા ઇન્ટરિયર ડીઝાઈનર હસમુખ ગજ્જર અને કુલીન પટેલે કર્યું હતું.. ઝારખંડનાં સાત કલાકારોએ પોતાના સર્જનોને પ્રદર્શિત કર્યા હતા..આ પ્રસંગે જાણીતા આર્ટિસ્ટ દિલીપ દવે, પ્રફુલ બિલ્ગી, જયેન્દ્ર ચૌહાણ , પ્રવિણા મહિચા,અને ગેલેરી ઇન્ચાર્જ વિનય પંડ્યાએ હાજર રહી કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું…

TejGujarati