નર્મદામાં વર્ષોથી પાર્ટીમાં જાત ઘસી નાખનાર પાયાના સિનિયર કાર્યકર આગેવાનો હાંસિયામાં ધકેલાયા!

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બે ઉમેદવારો સામે અનેક ગુનાઓ નોંધાયા છે

નર્મદામાં વર્ષોથી પાર્ટીમાં જાત ઘસી નાખનાર પાયાના સિનિયર કાર્યકર આગેવાનો હાંસિયામાં ધકેલાયા!

બહારથી બીજા પક્ષમાંથી આવેલા કાર્યકર, આગેવાનોની બોલબાલા

બીટીપીમાંથી આવેલા ત્રણ આયાતી ઉમેદવારો ને નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા માટેની ટિકિટ મેળવતા કાર્યકર્તાઓ નારાજ છે?

ભાજપાના હિતેશ વસાવા અને આપના ચૈતર વસાવા અને નાંદોદ માં આપના ઉમેદવાર પ્રફુલ વસાવા મૂળ બીટીપીના..

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97305

બે ઉમેદવારો સામે અનેક ગુનાઓ નોંધાયા છે

સિનિયર આગેવાનોને આગળ ક્યારે બદલો મળશે? નારાજ કાર્યકર્તાઓમાં અટકળો

 

જે પોતાની પાર્ટીના નથી થયાં એ નવી પાર્ટીના શું થવાના?લોકચર્ચા

રાજપીપલા, તા.22

આજના નવા રાજકારણમાં બહારથી બીજા પક્ષમાંથી આવેલા કાર્યકર, આગેવાનો પોતાની પાર્ટીમાં પ્રવેશ આપી રાતોરાત આયાતી ઉમેદવારોને ટિકિટ આપી ચૂંટણી જીતવાનો ક્રેઝ આજકાલ જોવા મળી રહ્યો છે. 1લી ડિસેમ્બરે યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લાની બે વિધાનસભા નાંદોદ અને ડેડીયાપાડા બેઠક પર ચૂંટણી યોજવાની છે. તેમાં ભાજપા અને આપ પાર્ટીએ પોતાની પાર્ટીના પાયાના અને સિનિયર કાર્યકરોઆગેવાનોને ટિકિટ આપવાને બદલે બીટીપી માંથી આવેલા ત્રણ આયાતી ઉમેદવારો ને નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા માટેની ટિકિટ ફાળવતા પાયાના કાર્યકરો અને સિનિયર આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી છે. બહારથી બોલી ન શકતા કાર્યકર આગેવાનો અંદર ખાનેથી નારાજગી જોવા મળી રહી છે.
જેમાં વર્ષોથી પાર્ટીમાં જાત ઘસી નાખનાર પાયાના સિનિયર કાર્યકર આગેવાનો આજે હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

ડેડીયાપાડા બેઠકની વાત કરીએ તો ભાજપાના હિતેશ વસાવા અને આપના ચૈતર વસાવા મૂળ બીટીપી પાર્ટીમાંથી આવેલા છે. હિતેશ વસાવાને ભાજપામાં એન્ટ્રી મળી તો ચૈતર વસાવાને બીટીપી રાસ ના આવતા રાજીનામુ આપી આપમાં જોડાઈને ટિકિટ લઈ ઉમેદવાર બની ગયા!પણ છેવટે બે વર્ષથી જાત ઘસીને પાર્ટી ઉભી કરનાર જિલ્લા પ્રમુખ અને પ્રદેશના હોદ્દેદાર ડૉ.કિરણ વસાવાને પાર્ટી જ છોડવી પડી એનાથી દુઃખદ અને કરુણ ઘટના બીજી શી હોઈ શકે?છેવટે આપ પાર્ટીએ કિરણ વસાવાનું સન્માન ન જાળવી શકતા તેઓ હજારો કાર્યકરો સાથે આપમાંથી રાજીનામુ આપી ભાજપામાં જોડાઈ ગયા.
કેવું છે આ રાજકારણ, આપની ટોપી પહેરનારા આગેવાનો હવે ભાજપાની ટોપી પહેરીને ભાજપાનો પ્રચાર કરી રહ્યા છે.?! ટોપીઓ બદલાઈ રહી છે, પાર્ટી બદલાઈ રહી છે. પણ ભવિષ્યમાં પાર્ટી બદલનારા આગેવાનું ભવિષ્ય કેટલું સુરક્ષિત રહેશે એ તો સમય જ બતાવશે. લોકોમાં એવી પણ ચર્ચા
સાંભળવા મળી રહી છે કે જે પોતાની પાર્ટીના નથી થયાં એ નવી પાર્ટીના શું થવાના? વાત પણ સાચી છે દરેક પક્ષો પોતાના સ્વાર્થમાટે પાર્ટીમાં આવકારતા હોય છે. પછી એમનો ઉપયોગ કરીને સાઈડ આઉટ પણ કરી દેવાના રાજકારણમાં ઘણા કિસ્સાઓ છે. પણ એટલું ચોક્કસ છે પાર્ટી બદલાનારાઓ ભવિષ્યબહુ ઉજ્જવળ હોતું નથી. ચૂંટણીમાં પરિણામો પછી નર્મદાના રાજકારણમાં અનેક પરિવર્તનો આવશે અને નવા રાજકીય સમીકરણો પણ રચાશે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati