નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વાહનોથી રોડને નુકસાનથી ગ્રામજનોમાં રોષ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો

ઓરી ગામે રેતીની લિઝમાંથી પસાર થતાં
વાહનોથી રોડને નુકસાનથી
ગ્રામજનોમાં રોષ

આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડવાથી ખેતરોમાં પાકને, લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97305

રાજપીપલા,તા.23

રાજપીપળા રોહિતવાસના લોકો ચૂંટણી ચૂંટણી બહિષ્કારની વાત કરી ચુક્યા છે તો કાછીયાવાડ ના રહીશોપણ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી ચુક્યા છે. હવે નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. ઓરી ગામે રેતીની લિઝમાંથી પસાર થતાં
વાહનોથી રોડને નુકસાનથી
ગ્રામજનોમાં રોષફેલાયો છે
જેમાં ઓરી
ગામની રેતીની લિઝને કારણભૂતગણાવી છે.એક તરફ ચૂંટણી પંચ
લોકશાહીના અવસર
અનેલોકશાહીનો રથ ફેરવી લોકોનેવધુમાં વધુ મતદાન કરવા માટેપ્રેરિત કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ
નેતાઓ અને રાજકીય પક્ષોથીઅસંતુષ્ટ એવા લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.

ઓરીના ગ્રામજનોએ ભેગા થઈને ચૂંટણીઅને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.
ગ્રામજનોએ જણાવ્યું છે કે
અમારા વિસ્તારમાં અમે ગત બે વર્ષથી નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન ( ખાસ કરીને નદીના પાણીમાંથી ) તથા રેતી ખનનની મંજૂરી આપેલ જગ્યા કરતા વધુ વિસ્તારમાંથી રેત ખનન કરવામાં આવે છે .
રોડની વાહનક્ષમતા 25 ટનની છે . ( તા.ક . 25 ટનની કેપેસિટી ધરાવતા ગ્રામ્ય વિસ્તારના રોડ પરવાનગી કઈ રીતે આપી ..?)જયારે રેતી લઇ જવા 50 ટનના તોતિંગ ટ્રકો રસ્તા પરથી લઇ જવાય છે .
ગત 2 વર્ષથી રોજ 200-300 ટ્રકો રેતી ખનન કરી લઇ જવામાં આવે છે . ચોમાસા દરમિયાન પણ રેતી ખનન ચાલુ રાખવામાં આવે છે ..
કુંવારપરા રેલવે ફાટકથી સિસોદ્રાને જોડતો 14 કિલોમિટરનો રોડ સંપૂર્ણપણે તુટી ગયેલ છે . આવા સંજોગોમાં રોડ પર સતત ધૂળ ઊડે છે .જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે ..શ્વાસ લેવાની પણ તકલીફ પડે છે.રેતીની ઊડતી ધૂળને કારણે અમારા વિસ્તારની ખેતીના પાકને રોડની બંને બાજુ 14 કિમી સુધી કોઈ પણ પાક લઇ એ તો મહામૂલો પાક રેતીની ધૂળને કારણે નુકસાન થાય છે .
અમારા વિસ્તારના લોકોનું જીવન દોહલું બની ગયું છે ..
આ બાબતે અમારા વિસ્તારના લોકો ગત બે વર્ષથી રાજ્ય સરકાર સુધી
અમારી અસંખ્ય રજૂઆતો કે કરેલ હતી .પણ કોઈ કાર્યવાહી કે રોડ બનાવવાનો તો દૂર ખાડા પણ ભરવામાં આવતા નથી ..ઉપરોકત કારણોસર અમો અમારા ગામવાસીઓએ એકત્ર થઇ નક્કી કરેલ છે કે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે .તથા કોઈ પણ પક્ષ કે ઉમેદવારે વોટ માંગવાકે પ્રચાર કરવા આવવું નહીંએવા બેનરો સામે રાજકીય નેતાઓને નો એન્ટ્રીનું બેનર મારી ચૂંટણી બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ ફેલાયો છે.

ગ્રામજનોએ તંત્રને પણ ચીમકી આપતાં જણાવ્યું છે કે જો આપની કચેરી સત્તા હુકમ મેળવી
અમારા ઉપરના પ્રશ્ને તાત્કાલિક અસરથી રેતી ખનન કાયમી બંધ કરી રોડ રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો જ અમો ગ્રામજનો મતદાન કરીશુંનહિતર બહિષ્કાર કરીશું એવી ચીમકીથી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati