મતદારોને અપાયો મહત્તમ મતદાનનો સંદેશો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ “VOTE FOR NARMADA” ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી.

નર્મદા નૂતન જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી

મતદારોને અપાયો મહત્તમ મતદાનનો સંદેશો

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97302

રાજપીપલા,તા22

નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડીસેમ્બર ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વાર સ્વિપ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત જિલ્લાના આમલેથા ગામની નૂતન જ્યોતિ વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય કિશોરસિંહ ખેર તથા શાળાના પરિવાર દ્વારા “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ ઉદેશ્યથી મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ “VOTE FOR NARMADA” ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati