સફળતા માટે જરુરી નથી જ કે ખિસ્સામાં ગાંધી હોય સપનાંને સાર્થક કરવાંને બસ દિલ,દિમાગમાં આંધી હોય. -મિત્તલ ખેતાણી. રાજકોટ.

ભારત સમાચાર

સફળ એ જ બને જેણે પ્રશંસાથી વધુ ગાળો ખાધી હોય
સફળતા માટે જરુરી નથી જ કે ખિસ્સામાં ગાંધી હોય
સપનાંને સાર્થક કરવાંને બસ દિલ,દિમાગમાં આંધી હોય
છ ઇન્દ્રીયો આપી દીધી છે ઈશ્વરે, તે બહું બધું કહેવાય

હવે ભગવાન ભરોસે ન રહેતાં,એનેય એની ઉપાધિ હોય
કારણ જોઈએ કે નિવારણ તે નક્કી કરી લેવું જીવનમાં
સફળ હોય કે નિષ્ફળ બધાંને જ આધિ ને વ્યાધિ હોય
સિદ્ધિ એ સાધકને જ મળે છે આ પુરુષાર્થપ્રધાન જગમાં
જીવની જેમ જેણે સાધ્ય,સાધન ને સાધનાને સાધી હોય
ગાંડો ગણે,અવગણે,તિરસ્કારે આ બધી તો પૂર્વશરતો છે
સુફળ એ જ બને જેણે પ્રશંસાથી વધુ ગાળો ખાધી હોય
આહાર,નિદ્રા,ભય,મૈથુનની પશુ ઘટમાળથી અલગ થઈને
રાજમાર્ગ છોડી કેડી કંડારે તેને અમરતાની ઉપલબ્ધિ હોય
-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી

TejGujarati