રોતાં આવ્યાં છીએ બધાં એમાં નવું નથી કશું જઈએ ત્યારે જગ રુએ એમ જવામાં ધ્યાન રાખવું -મિત્તલ ખેતાણી.રાજકોટ.

ગુજરાત ભારત સમાચાર

કર્મનાં સિદ્ધાંતને આચરવામાં ધ્યાન રાખવું

હૃદયનાં રાઝ બધે ખોલવામાં ધ્યાન રાખવું

બધીરો કને સાઝને ગાવામાં ધ્યાન રાખવું

બોલ્યાં પછી પલટી ન મારી શકતાં હો તો

મૌન રહેવું ને કાં પછી બોલવામાં ધ્યાન રાખવું

આત્મા ને મનની હોજરીને પોષવી સત્કર્મથી જ

કુસંગ,કુવિચારોને ગ્રહવામાં ધ્યાન રાખવું

બધાં રોકતાં હોયને ત્યારે જ ટોચેથી રિક્ત થવું

સમયે જ નિવૃત થઇ જવામાં ધ્યાન રાખવું

અહીંનું અહીં જ છે તે સનાતનને કદી ન ભૂલીને

કર્મનાં સિદ્ધાંતને આચરવામાં ધ્યાન રાખવું

રોતાં આવ્યાં છીએ બધાં એમાં નવું નથી કશું

જઈએ ત્યારે જગ રુએ એમ જવામાં ધ્યાન રાખવું

-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં થી

TejGujarati