ભગવદ ગીતા માત્ર કોર્ટમાં જ નહીં હાર્ટમાં પણ રહેવી જોઇએ. ભગવત ગીતા પુરી પ્રસ્થાનત્રયિ છે. કૃષ્ણ પાસે વાણી વિણા બની જાય છે,વચન વેણુ બની જાય છે.

ધાર્મિક

 

ત્રીજા દિવસની કથા પૂર્વે મહામંડલેશ્વર વિવેકાનંદજી અને ગીતામનિષીજીએ પોતાના ભાવ રાખ્યા એ પછી કથા પ્રારંભ કરતા બાપુએ કહ્યું કે ગઈકાલે કહેલું ગાઓ ગીતા,પીઓ ગીતા અને જીઓ ગીતા તો થોડાક પ્રશ્નો આવ્યા છે કે ભગવાન કૃષ્ણએ અર્જુનની સામે સંવાદના રૂપમાં ગીતા કહી કે ગાઇને સંભળાવી હતી? અહીં સ્પષ્ટ છે કે સંવાદ છે.પરંતુ ભગવાન કૃષ્ણ ગદ્યને પણ પદ્ય બનાવી દે,કૃષ્ણ પાસે વાણી વિણા બની જાય છે,વચન વેણુ બની જાય છે અને એનો અવાજ કંઠમાંથી નીકળી શંખધ્વનિ બની જાય છે.વેણુ,વીણા અને શંખધ્વનિના નાદથી યુધ્ધનો પ્રારંભ થાય છે.આ સંવાદી સૂરનું ગાયન છે.ગામઠી ભાષામાં ગીતનું બહુવચન ગીતા જ થાય છે.વિજ્ઞાન શોધ કરે છે કે ૫૦૦૦ વર્ષ પહેલા ગાયેલી ગીતાના શબ્દો આકાશમાં ઘૂમી રહ્યા છે અને કોઈ પણ સમયે એ પકડી અને આવનારી પેઢીના કાનમાં પણ નાખી શકાશે.કૃષ્ણએ સંસ્કૃતમાં ગીતા કહી અને શ્લોક કહ્યા છે આથી શ્લોક પણ ગાવા જોઇએ,માત્ર ભાષાંતર જ નહિ.ગીતાના એક અધ્યાયનો રોજ પાઠ કરવો જોઇએ.અરે કંઇ ન કરો માત્ર બે પુષ્પ ચડાવી વંદન કરો! ભગવદ ગીતા માત્ર કોર્ટમાં જ નહીં હાર્ટમાં પણ રાખવી જોઇએ.માત્ર રામચરિતમાનસ ગીતા વગર અધુરું છે.ઘરમાં કોઇ ખાંસતુ હોય તો ય ચોર નથી આવતા તો ગીતા હોય તો આ દેહરુપી ઘરમાં કામ,ક્રોધ,મોહ આદિ ચોર પ્રવેશ ન કરે.આપણી ગીતાવલિ જ ગીતાજયંતિ છે.આપણે ત્યાં આચાર્યની પદવી મેળવવી હોય તો બ્રહ્મસૂત્ર,ઉપનિષદ અને ભગવત ગીતા ઉપર ભાષ્ય કરવું પડતું હોય છે આ પ્રસ્થાનત્રયી આવશ્યક છે ભગવત ગીતા બ્રહ્મસૂત્ર છે,ઉપનિષદ પણ છે અને ઓલ ઇન વન છે.ભગવત ગીતા પુરી પ્રસ્થાનત્રયિ છે. તે રીતે માનસમાં બધાનો સમાવેશ છે.એમ અન્ય ત્રણ:હનુમંત,ભગવંત અને સંત પણ છે. ગીતામાં પણ હનુમંત, ભગવંત અને સંત છે.ભગવાનુવાચ એ ભગવાન છે.ધર્મ જગતને સાવધાન કરવા માગું છું કે નાની-નાની શાખાઓ,નાની વિચારધારાઓ પોતાના નામ પર ચડાવી અને એમ કહે છે કે ગીતા કૃષ્ણએ નથી કહી અમારા ભગવાને કહી છે અને એ એમના ભગવાનની વાત કરે છે! જાગૃતિ જરૂરી છે.

આમ પણ ભગવદગીતાનો પાઠભેદ નથી થયો,માનસનાં પાઠાંતરો મળે છે,ગુરુગ્રંથસાહેબને કોઇ માઇનો લાલ પાઠભેદ કરી શક્યો નથી.

ગીતામાં સંત,હનુમંત અને ભગવંત-ત્રણેને એક-એક સમસ્યા આવી છે.સંત અસુરક્ષિત છે આથી પરિત્રાણ માટે ઇશ્વર આવે છે,હનુમંત યુધ્ધમાં સક્રીય નથી થઇ શકતા,કેવળ શ્રોતા બન્યા છે અને ભગવંત-શ્રીકૃષ્ણએ હથિયાર ધારણ ન કરવાની સમસ્યા છે.ગીતા યોગ છે એટલે નાની સમસ્યા છે,માનસ પ્રયોગ છે આથી સંતને પાંચ સમસ્યા,હનુમંતને છ સમસ્યા અને ભગવંતને સાત સમસ્યાઓ છે.શ્રીકૃષ્ણએ પ્રતિજ્ઞા કરી છે,ક્યારેક પ્રતિજ્ઞા પણ સમસ્યા બની જાય છે.આમ બધી મળીને ૧૮ સમસ્યાઓ બને છે.તો આ માનસ ગીતા છે.ગુરુકૃપા,ગ્રંથકૃપા અને ગ્રંથિમુક્ત સંતકૃપાથી આવું સમજાઇ રહ્યું છે.આ કંઇ સિધ્ધ નથી કરવું પણ શુધ્ધિ માટે બોલું છું.ભગવાન શંકરે પાર્વતિ પાસે ગાઇ એ ગુરુગીતા છે,યાજ્ઞવલ્ક્યએ ગીતા ગાઇ એ સ્મૃતિ છે.કાગભુશુંડીજીએ પણ ગીતા ગાઇ છે અને તુલસીજીની ગીતાવલિ રામાયણ પણ ગીતા છે.

મહાભારતમાં ત્રયોદશ-તેર પર્યાય સત્ય વિશે લખેલા છે.મહાભારત કાર હે ભારત! એમ સંબોધીને કહે છે કે આ તેરમાંથી એક પણ હોય તો એ સત્યનું રુપ છે એમ જાણવું:સત્ય,સમત્વ,વિવેકથી ઇન્દ્રીયનિગ્રહ-દમન નહિ પણ દમ,નિંદા ન કરવાનો ભાવ-અનિંદા,ક્ષમા,લજ્જા,તિતિક્ષા,અસૂયતા,ત્યાગ,આર્યત્વ,સ્થિરબુધ્ધિ,અહિંસા વગેરે.

માનસમાં સંત છે ભરત.તેની અયોધ્યાથી ચિત્રકૂટ સુધીની યાત્રામાં પાંચ વિધ્નો-સમસ્યા-આવ્યા,હનુમંતની કિષ્કિંધાથી ત્રિકૂટ સુધીની યાત્રામાં છ વિધ્નો આવ્યા અને ભગવંત-રામની યાત્રામાં સાત વિધ્નો આવ્યા.જેની વિસ્તૃત સંવાદી ચર્ચા થઇ.

TejGujarati