૨૫૦ વિદ્યાર્થીઓએ સન સ્પોટ અને મૂન ક્રેટર્સ નિહાળ્યા

સમાચાર

 

 

ઈન્ડસ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના એસ્ટ્રો ક્લબ, સ્ટુડન્ટ એક્ટિવિટી સેલ દ્વારા જીવંત અવકાશી પદાર્થ અવલોકન સત્રનું આયોજન કર્યું હતું. જેમાં યૂટોનિયન ટેલિસ્કોપની મદદથી ૨૫૦ વિદ્યાર્થીઓએ સન સ્પોટ અને મૂન ક્રેટર્સ નિહાળ્યા હતાં. કોલેજના વિદ્યાર્થીઓમાં ખગોળ વિજ્ઞાન વિષયમાં રસ-રુચિ કેળવાય તેવા હેતુસર ઈન્ડસ યુનિવર્સિટીના એસ્ટ્રો ક્લબ દ્વારા અવાર-નવાર આ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરીને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે. આ સાથે ખગોળ વિજ્ઞાન સાથે જોડાયેલા રહસ્યો અને સવાલો જાણવાની તક અપાય છે.

 

TejGujarati