બકરાનું મારણ મૂકી પીંજરું ગોઠવતાં બબ્બે દીપડા પાંજરે પૂરાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

દીપડાના આતંકથી ગ્રામજનો પરેશાન હતા

નાંદોદ તાલુકાના માંગરોળ ગામેથી એકી સાથેબબ્બે દીપડા રેસ્ક્યુ કરાયા

બકરાનું મારણ મૂકી પીંજરું ગોઠવતાં બબ્બે દીપડા પાંજરે પૂરાયા

રાજપીપળા ,તા 21

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97200

આજે નાંદોદ તાલુકાના માંગરોળ ગામેથી એકી સાથે બબ્બે દીપડા રેસ્ક્યુ કરાયા હતા .ઘણા દિવસથી દીપડાના આતંકથી ગ્રામજનો પરેશાન હતા. અને અહીં દીપડો ગમે ત્યારે આવી પ્રાણીઓનો શિકાર કરતો હતો.

જેને કારણે ગ્રામજનોમાં ભારે ફકડાટ ફેલાયો હતો. આ અંગે ગોરા રેંજના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ ઘરિયાને જાણ કરતાતેમણે તેમની ફોરેસ્ટની ટીમે બકરાનું મારણ મૂકી પીંજરુ મૂક્યું હતું. અને જે અનુસંધાને મોડી રાત્રે ઠંડીમાં બકરાનો અવાજ આવતા એક દિપડો અંદર પ્રવેશ્યો હતો ત્યાર બાદ બીજો દીપડો પણપીંજરામાં પ્રવેશ કરતા પુરાઈ ગયો હતો. આમ પીંજરામાં એકીસાથે બે બે દીપડાઓ પૂરાયા હતા. આર એફ વિરેન્દ્રસિંહ ઘરિયાએ જણાવ્યું હતું કે એકી સાથે બબ્બે દીપડા રિસ્ક્યુ કરવાની આ પ્રથમ ઘટના છે. તેની મેડિકલ ચકાસણી બાદ તેનેસુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવશે. એકીસાથે બે દીપડાઓ પકડતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

તસવીર :દીપક જગતાપ રાજપીપલા

વધુ સમાચાર માટે આ આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati