નર્મદા જિલ્લા કક્ષાએથી ભાજપના વધુ ચાર આગેવાનો સસ્પેન્ડ કરાયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભાજપના 4 આગેવાનો પાર્ટીમાંથી આઉટ થતાહવે હર્ષદ વસાવા અને દર્શનાબેન દેશમુખનું જૂથ આમને સામને

બિગ બ્રેકિંગ ન્યૂજ઼

નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને ભાજપે સસ્પેન્ડ કર્યા પછી નર્મદા જિલ્લા કક્ષાએથી ભાજપના વધુ ચાર આગેવાનો સસ્પેન્ડ કરાયા.

ભારતીબેન તડવી , કિરણભાઈ વસાવા, ઘનશ્યામ દેસાઈ અને સુનિલ પટેલને જિલ્લા ભાજપ પ્રમુખે છ વર્ષ માટે ભાજપાથી સસ્પેન્ડ કર્યા.

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97206

ભાજપના 4 આગેવાનો પાર્ટીમાંથી આઉટ થતાહવે હર્ષદ વસાવા અને દર્શનાબેન દેશમુખનું જૂથ આમને સામને

રાજપીપળા તા 21

નાંદોદ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શનાબેન દેશમુખ ની સામે ભાજપના જ બે વખત ધારાસભ્ય રહી ચુકેલા અને પૂર્વ સંસદીય સચીવ હર્ષદભાઈ વસાવા એ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરતા પાર્ટીએ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે બીજી તરફ પ્રદેશમાંથી નિર્ણય લેવાયા બાદજિલ્લા કક્ષાએથી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે પણ હર્ષદ વસાવાનું સમર્થન કરનારા ભાજપનાચાર આગેવાનોને પણ છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેતાન ર્મદા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે


જેમાં હર્ષદ વસાવાએ જ્યારે ફોર્મ ભરવા હરસિધ્ધિ માતાના મંદિરે થી રેલી કાઢી વિજય સરઘસ કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું ત્યારેતેમના સમર્થનમાં રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા આગેવાન ભારતીબેન વીરસિંગભાઈ તડવીને તેમનો વિરોધ ભારે પડી ગયો હતો. જિલ્લા પ્રમુખે તેમને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.જ્યારે બીજી તરફ હર્ષદ વસાવાના સા ળાકિરણભાઈ ભોગીભાઇ વસાવા કે જેઓ જિલ્લા પંચાયતના સદસ્યઅને જિલ્લા પંચાયત નર્મદાના ઊપપ્રમુખ છે. તેમને પણ પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. એ ઉપરાંત સહકારી આગેવાનઅને પ્રદેશ કિશાન મોરચાના કારોબારી સદસ્ય સુનિલભાઈ રમેશભાઈ પટેલઅને માજી જિલ્લા પ્રમુખઅને પ્રદેશ કારોબારી સદસ્ય ઘનશ્યામભાઈ બાબુ
ભાઈ દેસાઈને પણભારતીય જનતા પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી છેં. આ આગેવાનોને હર્ષદ વસાવા સમર્થન ભારે પડી ગયું હતું. જોકે તેમની સાથે સમર્થનમાં ઘણા નાના મોટા કાર્યકરો, આગેવાનો પણ જોડાયા હતા. તેમની સામે પણ ગમે ત્યારે સસ્પેન્શન ની તલવાર લટકતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હવે જ્યારે હર્ષદ વસાવાના સમર્થકો ભાજપમાંથીઆઉટ થઈ ગયા છેં ત્યારે વિધાનસભા બેઠક ઉપર હર્ષદ વસાવા અને દર્શનાબેન દેશમુખજૂથ આમને સામને આવી ગયું છે. હવે એ જોવું રહ્યું કે ભાજપ વર્સીસ ભાજપની લડાઈ કેવો રંગ લાવશે?

તસવીર :દીપક જગતાપ ,રાજપીપળા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati