લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા ઉત્સવ સમાન છે : સંજય વકીલ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ એ કોલેજ ઓફ કોમર્સ ના એન એસ એસ યુનિટ દ્વારા ચૂંટણીમાં તટસ્થ રીતે મતદાન કરવા કોલેજના વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા

લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા ઉત્સવ સમાન છે : સંજય વકીલ

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97203

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ એ કોલેજ ઓફ કોમર્સ ના એન એસ એસ યુનિટ દ્વારા ચૂંટણીમાં તટસ્થ રીતે મતદાન કરવા કોલેજના વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા . આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે લોકશાહી દેશમાં ચૂંટણી એ પવિત્ર પર્વ હોય છે. દરેક નાગરીક પક્ષા પક્ષી વગર નીડર રીતે સમજણ થી મતદાન કરતો હોય છે . લોકશાહી, સમાજવાદ તથા બિનસાંપ્રદાયિકતા એ ભારતીય બંધારણ નો પાયો છે. દેશના સંચાલનની જવાબદારી લોકસભા તથા વિધાનસભા ની હોય છે.આ બન્ને સંસ્થાઓ ચલાવવાની જવાબદારી નક્કી કરવા ચૂંટણી દ્વારા સભ્યોને ચૂંટવામાં આવે છે.માટે દરેક નાગરિકે પરીપક્વતા થી કોઇપણ લાલચ વગર તથા નિર્ભય રીતે મતદાન કરવું જરૂરી છે. જેથી દરેક નાગરિક પોતાના નૈતિક ફરજ સમજીને મતદાન કરવું જોઈએ .જેથી લોકશાહીના મૂલ્યોનું જતન થઈ શકે . આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati