નિવૃત્ત કર્મચારીઓની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વહેલીતકે નિકાલ નહીં આવે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

નર્મદાના શાળાના નિવૃત્ત કર્મચારીઓની વિધાનસભાની
ચૂંટણીનો બહિષ્કારની ચીમકી

નર્મદા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નિવૃત્ત કર્મચારીઓને સાતમા પગારપંચનો ત્રીજો હપ્તો ચૂકવવામાં વિલંબસામે રોષ

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97169

વહેલીતકે નિકાલ નહીં આવે તો વિધાનસભાની
ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

દેડિયાપાડા,તા.19

નર્મદા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શાળાના શિક્ષકો અને બીન શૈક્ષણિક
કર્મચારી જે શાળામાં શૈક્ષણિક સેવાઓ પૂરી કરી નિવૃત્તથયેલા છે. તેવા નિવૃત્ત કર્મચારીઓને સાતમા પગારપંચનો ત્રીજો હપ્તો દિવાળી પહેલાં ચૂકવવાનો હતો.
તે હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી. તેને કારણે
કર્મચારીઓમાં કચવાટ જોવા મળે છે. સત્વરે સાતમા ત્રીજો હપ્તો ચૂકવવામાં આવે એવી
કર્મચારીઓએ માંગણી કરી છે.પગાર પંચનો
નર્મદા જિલ્લામાં માધ્યમિક
શાળા ઉચ્ચતર માધ્યમિક શાળાનાશિક્ષકો અને બીન શૈક્ષણિક કર્મચારી
પોતાની સેવા બજાવીને નિવૃત્ત થયેલા છે. તેમને હજુ સુધી સાતમા પગાર
પંચનો ત્રીજો હપ્તો ચૂકવવામાં આવ્યો નથી. નર્મદા જિલ્લામાં ઘણી
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિવૃત્ત શૈક્ષણિક અને
બીન શૈક્ષણિક કર્મચારીઓને સાતમા
પગાર પંચનો ત્રીજો હપ્તાના બિલો
બનાવવા નહીં આવતા અથવા તેમાંવિલંબના કારણે નિવૃત્ત કર્મચારીઓને
ઘણી તકલીફો પડી રહી છે. જો તેમનેવહેલીતકે આ હપ્તો ચૂકવવામાં નહીં
આવે તો નિવૃત કર્મચારીઓ દ્વારા
વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બીજા જિલ્લાઓમા પરિપત્ર થઈ ગયો હોવા છતા કર્મચારીઓએ લેખિત રજૂઆત કરી હોવા છતા નર્મદા ના જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર ન કરતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નિવૃત્ત કર્મચારીઓને સાતમા પગારપંચનો ત્રીજો હપ્તોમળ્યો નથી જેનાથી કર્મચારીઓમા ભારે નારાજગી જોવા મળીછેં રેગ્યુલર કર્મચારીઓને મળી ગયા છતા નિવૃત્ત કર્મચારીઓને ના આપતા ભેદભાવ નીતિ સામે હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છેં

તસ્વીર :દીપક જગતાપ ,રાજપીપળા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati

1 thought on “નિવૃત્ત કર્મચારીઓની વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી

Comments are closed.