કુમકુમ મંદિર દ્વારા સાચા સંત કોને કહેવાય ? એ ઉપર ૧૭ વીડીયો બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આજનો સમાજ ભગવું વસ્ત્ર એટલે સાધુ કે સંત એમ સમજી ને ફસાય છે.

એ ઉપર ૧૭ વીડીવાનો પ્રારંભ કરવામાં આવ્યો.

આજનો સમાજ ભગવું વસ્ત્ર એટલે સાધુ કે સંત એમ સમજી ને ફસાય છે. તેથી સમાજમાં સાચા સંતને સૌ ઓળખી શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર દ્વારા સાચા સંત કોને કહેવાય ? સાચા સંતને કેવી રીતે ઓળખવા જોઈએ…તે માટે ૧૭ વીડીયો બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથમાં સંતના ૩ર લક્ષણો દર્શાવેલા છે. તે દ્વારા જાણી શકાય છે કે, સાચા સંત કોને કહેવાય. આજનો સમાજ ખોટા સંતમાં ફસાઈ ના જાય અને સાચા સંતોને ઓળખી શકે,તે માટે તા. ૮ ડીસેમ્બર સુધીમાં અમો ૧૭ વીડીયો સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશું. કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આ સંતના ૩ર ગુણો પોતાના જીવનમાં સિદ્ધ કર્યા હતા. તેઓ પોતાનું ૮૦ વર્ષ તો સાધુ જીવન જીવ્યા છે અને ૧૦૦ વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા છે,અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુતાની મૂર્તિ તરીકે તેમને સૌ સંતો હરિભક્તો સન્‍માને છે. એવા એ સંત હતા. તેમણે આજના માનવીને આધ્યાત્મિક માર્ગે કેવી રીતે જીવન જીવવું જોઈએ તેનો સંદેશો પણ આપ્યો છે.આ સર્વ વિગતની માહિતી આ ૧૭ વીડીયોમાં પ્રેઝન્ટેશન સાથે દર્શાવવામાં આવ્યા છે. તો આપણે સહુ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા સંત કોને કહેવાય તે અવશ્ય જાણવા માટે આ વિડીયો અવશ્ય નિહાળવા જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮
– ૬૩૫૨૪૬૬૨૪૮

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97169

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગુપમાં જોડાવો 

TejGujarati

1 thought on “કુમકુમ મંદિર દ્વારા સાચા સંત કોને કહેવાય ? એ ઉપર ૧૭ વીડીયો બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો.

Comments are closed.