ગંદકી અંને સફાઈ પ્રશ્ને રહીશોમાં રોષ… ઠેર ઠેર બહિષ્કારના બેનરો લાગ્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

એક તરફ ઉમેદવારો પોતાને વિજય બનાવતા મતદારો સામે પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ વખતે રાજપીપળા ના વણ ઉકાયેલા પ્રશ્નો ઉમેદવારોની સામે મોં ફાડીને ઊભા છે

વોર્ડ નંબર-૨ રોહિત વાસ અને ચંદ્રવિલા સોસાયટી રાજપીપલાના રહીશોદ્વારા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર

આખા ગામનો કચરોરોહિત વામાં અમારા આંગણે કેમ?

ગંદકી અંને સફાઈ પ્રશ્ને રહીશોમાં રોષ

ઠેર ઠેર બહિષ્કારના બેનરો લાગ્યા

જનતા જાગી, નગરના સ્થાનિક પ્રશ્નો પ્રત્યે તંત્રની ઉદાસીનતા ભારે પડી શકે છે.

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97119

રાજપીપલા, તા.20

નાંદોદ વિધાનસભા ની બેઠક પહેલી ડિસેમ્બરે ઉજવવાની છે ત્યારે એક તરફ ઉમેદવારો પોતાને વિજય બનાવતા મતદારો સામે પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ વખતે રાજપીપળા ના વણ ઉકાયેલા પ્રશ્નો ઉમેદવારોની સામે મોં ફાડીને ઊભા છે રાજપીપળા ના સ્થાનિક પ્રશ્નો ના ઉકેલતા રાજપીપળા ની જનતા તંત્ર સામે ભારે નારાજ છે જેના કારણે ઉમેદવારો અને કાર્યકરોને મતદારોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે
થોડા વખત પહેલાં જ કાઠિયાવાડ વિસ્તારમાં ઉમેદવારો પ્રચાર કરવા ગયા હતા ત્યારે પણ ઈશ્વર મતદાનના બહિષ્કારની ચીમકી આપી હતી જેમાં તડકેશ્વર મંદિર અને કરજણના પ્રવાહમાં તૂટી ગયેલો રોડ રસ્તો ન બનતા તેની સામે રહીશું એ નારાજગી વ્યક્ત કરી છે
નગરમાં ઠેર ઠેર ખોદાયેલા રસ્તાઓ ને રખડતા ઢોરોથી પ્રજાત્રાહિમામ પોકારી ઊઠી છે
ત્યારે હવે રોહિત વાસ અને ચંદ્રવિલાસ સોસાયટીના મતદારો પણ તંત્ર સામે રોડ પર આવ્યા છે
આ રહીશોએ તો પોતાના વિસ્તારમાં ઠેર ઠેર ચુંટણી બહિષ્કાળના બેનરો લગાડી દીધા છે તેનાથી રાજપીપળા નું તંત્ર હરકતમાં આવી ગયું છે

રાજપીપલા વોર્ડ નંબર-૨ રોહિત વાસ અને ચંદ્રવિલા સોસાયટી શહેર રાજપીપલાના રહીશોદ્વારા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે

રહીશોનું કહેવું છે કે આખા ગામનો કચરો રોહિત વામાં અમારા આંગણે કેમ?
ગંદકી અંને સફાઈ પ્રશ્નેઉદાસીનતા જોવા મળતાં રહીશોમાંભારે રોષ ફેલાયો છે.જેને કારણે ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યાછે

બેનરમાં એવુ લખાણ લખ્યું છે કે વોર્ડ નંબર-૨ રોહિત વાસ અને ચંદ્રવિલા સોસાયટી શહેર રાજપીપલા તા.નાંદોદ
આથી જણાવવાનું કે વોર્ડ નંબર-૨ ના રોહિતવાસ અને ચંદ્રવીલા સોસાયટી
થી ૩૦૦ થી ૪૦૦ મીટર અંદર આખા ગામનો કચરો નાંખવામાં આવે છે. તેના હાનિકારક પ્રદૂષણના
અર્થે અને ફળિયાના રસ્તા અને સફાઈના અભાવના કારણે અમે આવનારી વિધાનસભાચૂંટણી ૨૦૨૨ નો સર્વાનુમતે બહિષ્કાર કરીએ છીએ.આથી કોઈપણ રાજકીય પક્ષના અને અન્યકોઇ પક્ષ ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવા કે મતની માંગણી કરવા અમારા વિસ્તારમાં પ્રવેશવું નહી.એવા લખાણ સહીતના વિરોધને કારણે નગરપાલિકા હરકતમાં આવી ગયું છે. જો ઉમેદવાર કે પક્ષને મતદારોની નારાજગીનો ભોગ બનવું પડે તો તે માટે રાજપીપલા નગરપાલિકાના સત્તાધીશો જ જવાબદાર રહેશે.જોકે આ વખતે પ્રજા જનોને નગરના સ્થાનિક પ્રશ્નો સતાવી રહ્યા છે.
હવે એ જોવું રહ્યું કે આ રહીશો ચૂંટણી બહિષ્કાર કરશે કે પછી સમજાવટ પછી માની જશે?

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

વધુ સમાચાર માટે આ ફોટો પર કેએલકે કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati