ગેંગરેપ પ્રકરણમાં પાંચ આરોપીઓને 20-20 વર્ષની કેદ ની સજા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો

બિગ બ્રેકીંગ ન્યૂઝ

ડેડીયાપાડા ગેંગરેપ પ્રકરણમાં પાંચ આરોપીઓને 20-20 વર્ષની કેદ ની સજા

દરેક આરોપીને 50-50 હજાર રૂ.નો આકરો દંડ

ભોગ બનનારને 7 લાખ નું વળતર ચૂકવવાનો આદેશ

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97082

નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો

રાજપીપલા, તા 18

ડેડીયાપાડાના ચકચારી ગેંગ રેપ પ્રકરણમાં પાંચ આરોપીઓને 20 વર્ષનીકેદ ની સજાનો હુકમ નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ કોર્ટે ફટકારતા ચકચાર મચી જ્વા પામી છે. જેમાં દરેક આરોપી ને 50 હજાર રૂ નો આકરો દંડઅને ભોગ બનનારને 7 લાખ નું વળતર ચૂકવવાનો આદેશપણ કર્યો છે.
આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ(૧)અંકીત કુમાર સતિષભાઈ તડવી, ઉ.વ.૧૯ રહે.ડેડીયાપાડા
થાણા ફળીયું તા.ડેડીયાપાડા જી.નર્મદા, (૨)આકાશકુમાર અશોકભાઈ વસાવા, ઉ.વ.૧૯રહે.ડેડીયાપાડા પારસી ટેકરા તા.ડેડીયાપાડા જી.નર્મદા, (૩)રાહુલકુમાર ઉર્ફે આર.જે.છગનભાઈ વસાવા, ઉ.વ.૨૬ રહે.ડેડીયાપાડા પારસી ટેકરા, તા.ડેડીયાપાડા જી.નર્મદા,(૪)રવિકુમાર ઉર્ફે બુગી અતુલભાઈ પટેલ, ઉ.વ.૨૨ ૨હે.ડેડીયાપાડા પારસી ટેકરા,તા.ડેડીયાપાડા જી.નર્મદા, (૫)રાહુલભાઈ ઉર્ફે નાનુ જયેશભાઈ સોલંકી, ઉ.વ.૨૫
રહે.ડેડીયાપાડા નવી નગરી તા.ડેડીયાપાડા જી.નર્મદાને ઈ.પી.કો. કલમ ૩૬૩,
૩૭૬(ડી), ૩૭૬(૨)(એન), ૫૦૬(૨), ૩૨૩ તથા પોકસો અધિનિયમ કલમ ૪,૬,૧૭ તથા
એટ્રોસીટી એકટ ૩(૧)(આર)(ડબલ્યુ),૩(૨)(૫) મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની
કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલની ધારદાર દલીલો અદાલતે
ગ્રાહ્ય રાખી એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકીએ આરોપીને ગુનાહેઠળ તકસી૨વા૨ ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂ.૫૦,૦૦૦/– ભોગ
બનનારને આપવાનો દંડની સજા તેમજ દંડ ન ભરે તો વધુ સજાનો હુકમ ફરમાવેલ છે.તેમજ જીલ્લા કાનુની સેવા સતા મંડળ ઘ્વારા વિકટીમ કમ્પન્સેશન સ્કીમ અંતર્ગત ભોગ બનનારનેરૂ.૭ લાખની કાનુની સહાય ચુકવવા આદેશ કરેલ છે.

આ બનાવની વિગતમુજબ ભોગ બનનારને કાયદાના સંઘર્ષમાં આવેલ
બાળકિશોર કાર્તિકભાઈ સોમાભાઈ વસાવાનો બારોટ હાઈસ્કુલ પાછળ પી.ડબ્લ્યુ.ડી.ના મકાન
પાસે મળવા માટે બોલાવે છે. તેમ કહી ભોગ બનનારને પી.ડબ્લ્યુ.ડી.ના જુના મકાનના પ્રથમમાળે
રૂમમાં પાથરણા પર બળજબરીથી ભોગ બનનારની મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધી તેમજ
જાનથી મારી નાખવાની ધમકી આપી ધામણ ખાડીએ ઝાડી ઝાખરામાં લઈ જઈ તગરીઓની
ઝાડીઓમાં આરોપી આકાશકુમાર
તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ભોગ બનનારને આરોપી રાહુલકુમારના ખેતરે ખાટલા પર ધાક ધમકીઓ આપી લઈ જઈ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર
તથા આરોપીઓ ભોગ બનનારની મરજી વિરુધ્ધ વારફરતી શરીર સબંધ બાંધીતેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરના વાળ ખેંચી તથા આરોપી રાહુલકુમારે
લાફો મારી
ભોગ બનનાર અનુસુચિત જનજાતિના હોવાનું જાણવા છતાં ભોગ બનનારની મરજી વિરુધ્ધ
અલગ–અલગ જગ્યાએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી શરીર સંભોગ કરીસામુહિક બળાત્કાર કરી ગુન્હો કરેલ તે મુજબની ફરીયાદ આપેલી.આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં
ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે
ફરીયાદપક્ષે સાહેદો, સાયન્ટીફીક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથાસુપ્રિમ કોર્ટના જજજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને
ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૭૬(ડી), ૩૭૬(૨)(એન), ૫૦૬(૨), ૩૨૩ તથા
પોકસો અધિનિયમ કલમ ૪,૬,૧૭ તથા એટ્રોસીટી એકટ ૩(૧)(આર)(ડબલ્યુ),૩(૨)(૫)
મુજબના ગુના સબબ તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજાફટકારી છે.તથા પ્રત્યેક આરોપીને
રૂ.૫૦,૦૦૦/–નો દંડ ભોગ બનનારને આપવાની સજા તેમજ દંડ ન ભરે તો વધુ સજાનો હુક ફરમાવેલ છે.

તેમજ જીલ્લા કાનુની સેવા સતા મંડળ ઘ્વારા વિકટીમ કમ્પન્સેશન સ્કીમ
અંતર્ગત ભોગ બનનારને રૂ.૭ લાખની કાનુની સહાય ચુકવવા આદેશ કરેલ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati

1 thought on “ગેંગરેપ પ્રકરણમાં પાંચ આરોપીઓને 20-20 વર્ષની કેદ ની સજા

Comments are closed.