અમિત ચાવડા પર પણ ભરતસિંહ સોલંકી જેવા જ લાગ્યા વ્યભિચારના આરોપ: વંદના પટેલે ખોલ્યો રાજ.

ગુજરાત ભારત સમાચાર

ગુજરાતમાં કોંગ્રેસની નૈયા હાલ ડૂબતી સ્થિતિમાં દેખાઈ રહી છે. ત્યારે પુર્વ ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર શહેર પ્રભારી, પુર્વ પ્રદેશ પ્રતિનીધી કલોલ તાલુકા અને ગાંધીનગર તાલુકા કોંગ્રેસ પ્રભારી વંદનાબેન પટેલ દ્વારા એક પ્રેસ નોટ લેટરના નામે ભરતસિંહ સોલંકી બાદ હવે અમિત ચાવડા અંગે મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. જે જાણીને કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ પણ દંગ રહી જશે.

ત્યારે વંદના પટેલે પ્રેસ નોટના માધ્યમથી જણાવ્યું છે કે, ભરત સિંહ સોલંકી તેમના વ્યભિચાર અને અનીતિ કાર્યોમાં સહભાગી હોય તેવા લોકોને છાવરી ને પક્ષની સામાજિક છવીને વખતો વખત લાંછન લગાડતા આવ્યા છે. તેઓની તમામ ગંદી રાજ રમતોનું હું 2017 થી પક્ષમાં જોડાઈ ત્યારથી સતત અવલોકન કરતી રહી છું.

અમિત ચાવડા કે જેઓ માજી પ્રમુખ અને ભરત સિંહના ભાઈ છે તેઓ પણ તેમનાં રબરસ્ટેમ્પ તરીકે તેમની ગંદી નીતિમાં સંડોવાઈ પક્ષને તળિયે બેસાડી દેવાનું કૃત્ય કર્યું છે, જેનું પરિણામ ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માં આપડે જોયું પક્ષનાં ગુણવાન, વફાદાર અને પક્ષને સમર્પિત દરેક કાર્યકર બંધુજ જાણતો હોવા છતાં પરસ્પર પોતાનો બળાપો ઠાલવીને ચૂપ બેસી રહે છે અને નિષ્ક્રીય થઈ જાય છે. સંગઠનમાં કવોલિટી અને મેરીટના આધાર પર જેની સમાજ અને વિસ્તારમાં માન અને પ્રતિષ્ઠા છે તેવા લોકો ને બદનામ કરવા ની રાજરમતો રમી ને પોતાના એજન્ટો કે જેમની બિલકુલ કોઈ ગુડવિલ નથી, પક્ષને નુકસાનકર્તા છે તેવા લોકો નો અડ્ડો બનાવી દીધો છે.

TejGujarati