ખાડાઓ ન પુરાતા પડવા વાગવા અકસ્માતો થી પરેશાન મતદારો મતદાન કરવા નહીં જાય!

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નિષ્ફ્ળ ગયેલી એક વર્ષથી ભૂગર્ભ ગટર યોજના અનેગેસ પાઇપ લાઈન હજી સુધી મોટા ભાગના લોકો સુધી પહોચી નથી.

નાંદોદની બેઠક પર મતદાન કરવામાં રાજપીપલાના મતદારોમાં ઉદાસીનતા

ખાડા નગર બની ગયેલું સમગ્ર રાજપીપલામાં ખાડાઓ ન પુરાતા પડવા વાગવા અકસ્માતો થી પરેશાન મતદારો મતદાન કરવા નહીં જાય!

નિષ્ફ્ળ ગયેલી એક વર્ષથી ભૂગર્ભ ગટર યોજના અનેગેસ પાઇપ લાઈન હજી સુધી મોટા ભાગના લોકો સુધી પહોચી નથી.

ઠેર ઠેર લીકેજ પાઇપ લાઈનને કારણે આડેધડ ખોદકામ કરતા રોડ રસ્તાઓ ની બિસ્માર હાલતથી ત્રાહિમામ લોકોની વેદના સમજવા અને ઉકેલવામાં નિષ્ફળ નીવડેલ નિષઠુર તંત્ર સામે મતદારો નારાજ
રાજપીપલા નગરમાં રખડતા ઢોરોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફ્ળ નીવડેલ તંત્ર સામે મતદારો મતદાન કરીને જવાબ આપશે?

આ પણ વાંચો : https://tejgujarati.com/?p=96960

સૌથી વધુ મતદારધરાવતા કાછીયાવાડ વિસ્તાર ના ખોદાયેલા રસ્તા, તેમજ કરજણ નદીનો તડકેશ્વર મન્દિર પાસેના રસ્તાનું ધોવાણ સામે નવો રસ્તો ના બનતા મતદાન બહિષ્કારની ચીમકી આપતાં મતદારોની નારાજગી ભારે પડી શકે છે.
તકલાદી રામગઢ રાજપીપલા પૂલના ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં ના લેવાતા, એક વર્ષ કરતા વધુ સમય છતાં ખંડિત ઐતિહાસિક કરજણ ઓવારાનું સમારકામ ન થતાં નારાજ પ્રજા મતદાન કરવા સામે ઉદાસીનતા દાખવી રહી છે.

રાજપીપલા, તા.

નર્મદાની નાંદોદ વિધાનસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે ત્યારે પ્રજા મત કોની તરફ ઢળશે એ કહેવું મુશ્કેલ છે. પણ રિયાસાતી રાજવી નગર ઘણા વખતથી વિકાસથી વંચિત રહી ગયું છે એની મતદારોએગંભીર નોંધ લીધી છે. જોકે એનો પડઘો મતદારો દ્વારા મતદાન કરીને તંત્રને જવાબ આપી પાડી શકે છે. અમે આ અંગે જનતાનો મત જાણવાનો પ્રયાસ કરતા રાજપીપલાને વિકાસથી વંચિત રાખી પ્રજાને અનેક મુશ્કેલીઓ વેઠવા મજબૂર કરતા વહીવટી તંત્ર સામે મતદારોમાં ભારોભાર નારાજગી જણાઈ છે.
મતદારો પાસેથી જાણવા મળેલી માહિતી અનુસાર
નાંદોદની બેઠક પર મતદાન કરવામાં રાજપીપલાના મતદારો માં ઉદાસીનતા જોવા મળી રહી છે. ખાસ કરીને ખાડા નગર બની ગયેલ સમગ્ર રાજપીપલામાં ખાડાઓ ન પુરાતા પડવા વાગવાના અકસ્માતોથી પરેશાન મતદારો મતદાન કરવા નહીં જાય એવુ જણાવી રહ્યા છે.! રાજપીપલા ખાડા નગરી બની ગઈ છે. ઠેર ઠેર શેરી, ગલી કે વિસ્તાર ખોદાયેલા ખાડામાં અનેક લોકો પડ્યા છે. વાહનો પડ્યા છે. અકસ્માતો થયાં છે.લોકોના હાડકા ભાંગ્યા છે.પણ તંત્રના પેટનું પાણી પણ હાલ્યું નથી.એક વર્ષથી ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપ લાઈનખોદી નાખ્યા પછી ખોડાયેલા રસ્તાઓનું સરખું પુરાણ કે લેવલિંગ કર્યું ન હોવાથી ઉબડ ખાબડ અને ખાડા વાળા રસ્તાઓને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

એ ઉપરાંત એક વર્ષથી નિષ્ફ્ળ ગયેલી ભૂગર્ભ ગટર યોજના અનેગેસ પાઇપ લાઈન હજી સુધી મોટા ભાગના લોકો સુધી પહોચી નથી!.રોડ બની ગયો . ભૂગર્ભ ગટરો બંધ કરી દેવાઈ છતાં ઘણા લોકોના ઘરો સુધી ભૂગર્ભ ગટર લાઈન જ નથી આપી.! આશ્ચર્યની અને ખેદની વાત તો એ છે કે નગરજનો પાસે પાલિકા ગટરવેરો ભરાવે છે પણ આજદિન સુધી ગટર જ આપી નથી?!જેને કારણે લોકો ઘરનું ગંદુ પાણી સરેઆમ રોડ પર રેલાવી ગંદકી અને રોગચાળાને આમંત્રણ આપી રહ્યા છે. ગટરોની નિયમિત સફાઈ ન થવાને કારણે રોડ પર ગંદુ પાણી વહેતું હોય છે.
ઠેર ઠેર લીકેજ પાઇપ લાઈનને કારણે આડેધડ ખોદકામ કરતા રોડ રસ્તાઓની બિસ્માર હાલતથી ત્રાહિમામ લોકોની વેદના સમજવા અને ઉકેલવામાં નિષ્ફળ નીવડેલ નિષઠુર તંત્ર સામે મતદારો નારાજછે.
રાજપીપલા નગરમાં રખડતા ઢોરોની સમસ્યા ઉકેલવામાંપણ નિષ્ફ્ળ નીવડેલ તંત્ર સામે મતદારો મતદાન કરીને જવાબ આપશેએવુ લોકચર્ચાએ જોર પકડ્યું છે.

જયારે બીજી તરફ સૌથી વધુ મતદારો ધરાવતા કાછીયાવાડ વિસ્તાર ના ખોદાયેલા રસ્તા, તેમજ કરજણ નદીનો તડકેશ્વર મન્દિર પાસેના રસ્તાનું ધોવાણ સામે નવો રસ્તો ના બનતા મતદાન બહિષ્કારની ચીમકી આપતાં મતદારોની નારાજગી ભારે પડી શકે છે.બે વર્ષથી આ રોડ ધોવાઈ જતા ખેતર જવા માટેનો રસ્તો ધોવાઈ જતાનવો રસ્તો ના બનતા રહીશો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે.!

બીજી તરફ તકલાદી રામગઢ રાજપીપલા પૂલના ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં ના લેવાયા નથી!,એક વર્ષ કરતા વધુ સમય થવાછતાં અને લોકાર્પણ વગર જ ચાલુ કરી દેવાતા મોરબીની ઘટના પછી આ પૂલને બંધ કરી ડાયવર્ઝન આપવાની ફરજ પડતા લોકોને હવે લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે બબ્બે વાર પૂલ વચ્ચેથી બેસી જતા અને છેડે 20ફૂટનું ગાબડું પડી જતા પૂલના તકલાદી કામની પોલ ખુલી જ્વા છતાં જવાબદારો સામે કોઈ પગલાં ન લેવાતા મતદારો નારાજ જણાઈ રહ્યા છે.

બીજી તરફ ખંડિત ઐતિહાસિક કરજણ ઓવારાનુંઘણા વર્ષોથી સમારકામ ન થતાં નારાજ પ્રજા મતદાન કરવા સામે ઉદાસીનતા દાખવી રહી છે.તંત્ર માત્ર ગ્રાન્ટ મંજુર થઈ ગઈ છે એવા ગાણા લાંબા સમયથી ગાઈ રહ્યુ છે.
એટલું જ નહીં કોર્ટથી માંડીને કાળીયા ભૂત સુધીનો કોલેજ રોડ બબ્બે વખત બનાવ્યા છતાં ચોમાસામાં બે જ વર્ષમાં ધોવાઈ જતા આ રોડના કામોમાં પણ તકલાદી કામો જણાઈ આવતા પાલિકા તંત્ર સામે મતદારોમાં ભારોભાર નારાજગી છે.

નર્મદા જિલ્લામાં બેરોજગારીનો આંક મોટો છે.સ્થાનિકોને નોકરીમળતી નથી. જે છે તેને છુટા કરી દેવામાં આવે છે. અહીંના આદિવાસીઓ શિક્ષણમાં પણ પાછળ છે.સરકારે આદિવાસીઓની જમીનો લઇ લીધી પણ
સ્થાનિકોને નોકરીનથી મળી કે વળતર ઘણાને નથી મળ્યું.કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના
નિર્માણ બાદ કેવડીયાનો વિકાસ થતાં રાજપીપલા વિકાસથી વંચિત રહી જવુ પડયું છે.અહીંના આદિવાસી મતદારો નારાજ છે.
આટલેથી ઓછુંહોય તેમ અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચે દોડતી ટ્રેનને કેવડીયા સુધી લંબાવવાના બદલેહાલ બંધ કરી દેવામાં આવી છે.જેને કારણે રાજપીપળાના વેપારીઓનો ધંધા રોજગાર પડી ભાંગ્યા છે.
એ ઉપરાંત રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની વાત પણ હજી કાગળ પરજ રહી ગઇ છે.રાજપીપલા મેડિકલ કોલેજ અને ઈજનેરી કોલેજ ના સરકારે આપેલા વચનો મુંગેરીલાલના સ્વપ્ના સાબિત થયાં છે.
આમ ચૂંટણી પહેલા કોઈ પણ વિકાસના કામો કરવામાં નગરપાલિકા અને તંત્ર સદંતર નિષ્ફ્ળ નીવડ્યું છે.ત્યારે આ બધી સમસ્યા ઉકેલવામાં નિષ્ફ્ળ નીવડેલ તંત્ર મારે પ્રજા સરકારને જવાબદાર ઠેરવી રહી છે.વિધાનસભાની ચુંટણીના પડધમ વાગી ચુકયાં છે ત્યારે મતદારો
પણ નેતાઓને સબક શીખવાડવાના મિજાજમાં દેખાય રહયાં છે. નર્મદાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે તારીખ પહેલી ડીસેમ્બરના રોજ મતદાન થવાનુંછે ત્યારે મતદારો કેવું મતદાન કરશે એ હવે જોવું રહ્યું.

તસવીર :દીપક જગતાપ, રરાજપીપલા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

 

 

TejGujarati

1 thought on “ખાડાઓ ન પુરાતા પડવા વાગવા અકસ્માતો થી પરેશાન મતદારો મતદાન કરવા નહીં જાય!

Comments are closed.