ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોએ પોતાની સંપત્તિ જાહેર કરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ડેડીયાપાડા ના કોંગ્રેસના ઉમેદવાર કરોડપતિ!
સૌથી ઓછી સંપત્તી નાંદોદ ના આપના ઉમેદવારની છે

નાંદોદ અને ડેડીયાપાડા ના ઉમેદવારોએ પોતાની સંપત્તી જાહેર કરી

ડેડીયાપાડા ના કોંગ્રેસના ઉમેદવાર કરોડપતિ!
સૌથી ઓછી સંપત્તી નાંદોદ ના આપના ઉમેદવારની છે

રાજપીપલા, તા16

ભાજપના ઉમેદવાર
ડૉ. દર્શના દેશમુખે પોતાની મિલકત જાહેર કરી છે. તેમની જંગમ મિલકત 46.89 લાખછે જયારે
સ્થાવર મિલકત 3.21 કરોડ રૂપિયા છે.એજ પ્રમાણે નાંદોદના ઉમેદવાર
કોંગ્રેસના હરેશ વસાવાની
જંગમ મિલકત30.60 લાખ તથા સ્થાવર મિલકત
68 લાખ છે.
એ ઉપરાંત આપ ના ઉમેદવાર ડૉ પ્રફુલ્લ વસાવાની જંગમ મિલકત
2.69 લાખઅને
સ્થાવર મિલકત 30 લાખ (પત્ની )છે.જયારે ભાજપાના બળવો કરી અપક્ષ ઉમેદવાર
હર્ષદ વસાવાની
જંગમ મિલકત 52.24 લાખ અને સ્થાવર મિલકત
2.70 કરોડ રૂપિયા બતાવી છે
જો કે આ બેઠકના ભાજપના ઉમેદવાર દર્શનાબેન દેશમુખ પોતે પણ તબીબ છે અને તેમના પતિ પણ તબીબ છે. તેમની
વાર્ષિક આવક 42.53 લાખ રૂપિયા જયારે તેમના પતિની આવક 15.72 લાખ રૂપિયા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

આ પણ જુઓ:: https://tejgujarati.com/?p=96928

જયારે ડેડીયાપાડા બેઠકના ઉમેદવારોની જાહેર થયેલ મિલકતમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર
જેરમાબેન વસાવાની જંગમ મિલક્ત 7.43લાખઅને સ્થાવર મિલકત40લાખ (પોતાની )અને (પતિની) 66.50લાખ રૂપિયા છે.

જયારે ભાજપના ઉમેદવાર
હિતેશ વસાવાની જંગમ મિલકત 53.06 લાખ અને
સ્થાવર મિલકત45 લાખ રૂપિયા છે.જ્યારે આપના ઉમેદવાર ચૈતર વસાવાની
જંગમ મિલકત16.50 લાખ અને સ્થાવર મિલકત
20 લાખ (પોતે)છે. જયારે બીટીપી ના ઉમેદવાર
બહાદુર વસાવાની
જંગમ મિલકત50,470 રૂપિયા અને સ્થાવર મિલકત 33.50 લાખ(પોતે) અને
6.20 લાખ (પત્ની)ની છે

ડેડિયાપાડા બેઠક પરના ચારેય ઉમેદવારો પાસે ઘણી સંપત્તિ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુકેલાં કોંગ્રેસના ઉમેદવારની સંપત્તિ એક કરોડ રૂપિયાની આસપાસ થવા જાય છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો

 

TejGujarati

1 thought on “ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોએ પોતાની સંપત્તિ જાહેર કરી

Comments are closed.