વરૂણ ધવન અને ક્રિતી સેનને આવનારી ફિલ્મ ભેડીયા પ્રમોશન માટે અમદાવાદમાં એનવાય સિનેમાઝની મુલાકાત લીધી.
અમદાવાદ ખાતે એનવાયની મુલાકાત લેતા ફિલ્મ કલાકાર વરૂણ ધવન અને ક્રિતી સેનન.
અમદાવાદ: વરૂણ ધવન અને ક્રિતી સેનને આવનારી ફિલ્મ ભેડીયા પ્રમોશન માટે અમદાવાદમાં એનવાય સિનેમાઝની મુલાકાત લીધી. ભેડિયા એ અમર કૌશિક દ્વારા નિર્દેશિત આગામી ભારતીય હિન્દી-ભાષાની કોમેડી હોરર ફિલ્મ છે. દિનેશ વિજન દ્વારા નિર્મિત આ ફિલ્મમાં વરૂણ ધવન અને કૃતિ સેનનની જોડી જોવા મળશે.
અમદાવાદમાં ફિલ્મ પ્રોમોશન દરમિયાન વરૂણ ધવને જણાવ્યું કે મને અમદાવાદમાંથી બહુ જ પ્રેમ મળ્યો છે અને ગુજરાતી લોકો મને ખરેખર પસંદ છે. આ ફિલ્મના શૂટ દરમિયાન મને દરેક લોકો સાથે કામ કરવાની ખુબ મજા આવી અને મને ચોક્કસ ખાતરી છે કે આ ફિલ્મ સૌને ગમશે.
ક્રિતી સેનનએ ફિલ્મમાં પોતાના રોલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ એક ફેમિલી સાથે જોઈ શકાય તેવી હોરર કોમેડી ફિલ્મ છે. અને મને મારો રોલ પ્લે કરવામાં બહુજ મજા આવી. અમદાવાદ વિશે વાત કરતા તેણે જણાવ્યું કે મને અમદાવાદીઓ અને ગુજરાતી ભોજન અત્યંત પ્રિય છે.
જો તમારી પાસે સારા દેખાતા વરૂઓ વિશે પૂરતી ફિલ્મો નથી, તો તમારા માટે આવી રહી છે ફિલ્મ ‘ભેડિયા’. અમર કૌશિક અને દિનેશ વિજન દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત, આ ફિલ્મમાં વરૂણ ધવન અને કૃતિ સેનન છે અને તેના ટ્રેલરને બે અઠવાડિયામાં લગભગ 46 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. રાત્રે ‘રામપુરી ચાકુ’ નખ અને ડ્રેક્યુલા દાંત સાથે ‘ઇચ્છધારી ભેડિયા’ (પૌરાણિક વરૂ)માં રૂપાંતરિત થતો એક સામાન્ય યુવાનનો વિચાર રમુજી અને રસપ્રદ બંને છે. અરૂણાચલ પ્રદેશમાં સંપૂર્ણ રીતે શૂટ થયેલી ‘ભેડિયા’ 25મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ જુઓ : https://tejgujarati.com/?p=96900
વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો
2 thoughts on “અમદાવાદ ખાતે એનવાયની મુલાકાત લેતા ફિલ્મ કલાકાર વરૂણ ધવન અને ક્રિતી સેનન.”
Comments are closed.