અમદાવાદ She ટીમનું ઉત્કૃષ્ટ કાર્ય. મહિલાઓ અને સિનિયર સિટીઝન નાગરિકોમાં મતદાન બાબતે જાગૃતિ લાવવા પ્રત્યક્ષ પહોંચી જાગૃત કર્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ She ટીમનું ઉત્કૃષ્ટ કાર્ય. મહિલાઓ અને સિનિયર સિટીઝન નાગરિકોમાં મતદાન બાબતે જાગૃતિ લાવવા પ્રત્યક્ષ પહોંચી જાગૃત કર્યા

અમદાવાદ: અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર એમ.એસ. ભરાડા દ્વારા અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલ She Team દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર હોઈ, આ ચૂંટણી પ્રક્રિયામાં પણ She Team દ્વારા મહિલાઓને તથા સિનિયર સિટીઝન નાગરિકોને મદદરૂપ થવા પણ ખાસ સુચનાઓ કરવામાં આવી છે …._

તાજેતરમાં અમદાવાદ શહેર ખાતે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ પસાર થાય અને મહિલાઓ અને સિનિયર સિટીઝન નાગરિકોમાં મતદાન બાબતે જાગૃતિ આવે તે હેતુથી અમદાવાદ શહેર ઝોન 06 ના નાયબ પોલીસ કમિશ્નર એ.એમ. મૂનિયા દ્વારા She Team દ્વારા જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.એ.ગઢવી, વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એન.ડી.નકુમ, મણિનગર પોલીસ સ્ટેશનના પો..ઇન્સ. ડી.પી. ઉનડકટ, ઈસનપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.ડી.ગોહિલ દ્વારા જુદા જુદા સ્લમ વિસ્તારમાં She Team ની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમ મોકલી, વિસ્તાર મુજબ, લોકોને એકત્રિત કરી, વધુમાં વધુ મતદાન કરવા સમજાવવામાં આવેલ હતા. મતદાન કરવામાં કોઈ અગવડતા હોય તો, She Team ના સભ્યોને જાણ કરવા પણ સમજ કરવામાં આવેલ હતી અને મહિલાઓ તેમજ સિનિયર સિટીઝનોને મતદાન કરવા સમયે મદદરૂપ થવા પણ સમજાવવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસની She Team દ્વારા મતદાન જાગૃતિ અંગેની આ પહેલ અને પોલીસના પ્રજાલક્ષી અભિગમને મહિલાઓ અને સિનિયર સિટીઝન દ્વારા આવકારવામાં પણ આવેલ* હતી. …

અમદાવાદ શહેર પોલીસની She Team* દ્વારા મહિલાઓ તથા સિનિયર સિટીઝન નાગરિકોમાં મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવી, મતદાન કરવા મદદરૂપ થવાની પહેલ અને અભિગમ રાખી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિતવ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું…_

આ પણ જુઓ : https://tejgujarati.com/?p=96857

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો

TejGujarati

1 thought on “અમદાવાદ She ટીમનું ઉત્કૃષ્ટ કાર્ય. મહિલાઓ અને સિનિયર સિટીઝન નાગરિકોમાં મતદાન બાબતે જાગૃતિ લાવવા પ્રત્યક્ષ પહોંચી જાગૃત કર્યા

Comments are closed.