એચ.એ.કોલેજમાં “વર્લ્ડ ડાયાબીટીસ ડે” નિમિત્તે વક્તવ્ય યોજાયુ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

શહેરમાં આજે દર દસ વ્યક્તીઓમાંથી બે વ્યક્તીઓને ડાયાબીટીસ છે

એચ.એ.કોલેજમાં “વર્લ્ડ ડાયાબીટીસ ડે”
નિમિત્તે વક્તવ્ય યોજાયુ
ગુજરાત લો સોસયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ આજરોજ “વર્લ્ડ ડાયાબીટીસ ડે” નિમિત્તે વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે અમદાવાદના જાણીતા ડાયબેટોલોજીસ્ટ ડૉ.વિવેક આર્યએ જણાવ્યુ હતુ કે શહેરમાં આજે દર દસ વ્યક્તીઓમાંથી બે વ્યક્તીઓને ડાયાબીટીસ છે. તેનું મુખ્ય કારણ કસરતનો અભાવ, ફાસ્ટફુડનું વધારે પડતુ સેવન, પ્રોસેસ્ડફુડ, તથા વધારે માત્રામાં સ્વીટ ખાવાનુ છે. ક્યારેક ઘણા કીસ્સામાં વારસાગત પણ હોઈ શકે છે. ડાયાબીટીસથી બચવા માટે એક્ટીવ લાઈફ સ્ટાઈલ, સ્પોર્ટ્સમાં ભાગ લેવો ધુમ્રપાન ન કરવુ, દારૂનું સેવન બંધ કરવુ, તમાકુનો ત્યાગ તથા સકારાત્મક વિચારો જરૂરી છે. ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખવો ખુબજ જરૂરી છે. કારણકે આનાથી હદય, કીડની તથા આંખોને ગંભીર અસર કરે છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના યુવાનો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોવાથી બેઠાડુ જીવન જીવે છે. જેનાથી મેદસ્વીતા વધે છે અને ડાયાબીટીસ થવાનુ આ પણ કારણ હોઈ શકે છે. ટાઈપ -૧ પ્રકારનો ડાયાબીટીસ જે આજના બાળકોને થાય છે તે આપણા માટે ચિંતાજનક છે. કારણકે નાની ઉમરમાં થતા આ રોગથી બાળકોના માબાપે ખુબજ ચિવટપૂર્વક તથા ગંભીરતાથી તેની સારવાર કરાવવી પડે છે. આ બધામાંથી બચવા માટે વ્યાયામ, સાદુ ભોજન, એક્ટીવ લાઈફ સ્ટાઈલ તથા જરૂર જણાય ત્યારે મેડીકલ ટેસ્ટ કરાવી જાણકારી મેળવવી જરૂરી છે. આ ગોષ્ઠીનું આયોજન તથા સંચાલન કોલેજના પ્રા.મહેશ સોનારાએ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી પોતાની મૂંઝવણો રજૂ કરી સમાધાન મેળવ્યુ હતુ.

 આ પણ જુઓ : https://tejgujarati.com/?p=96849

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો

TejGujarati