ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી કરતા ધનશેરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન દારૂ પકડાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભારતીય બનાવટના ઇગ્લીશદારૂની હેરાફેરી થતી અટકાવવા તથા ઇગ્લીશ
દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડી

ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી કરતા ધનશેરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાનદારૂ પકડાયો

રાજપીપલા, તા 13

ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી કરતા
ધનશેરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન સાગબારા પોલીસે દારૂ પકડયો છે.

પ્રશાંત સુમ્બે પોલીસ
અધિક્ષકશ નર્મદા એ આગામી સમયમાં વિધાનસભા -૨૦૨૨ ની ચુંટણી આવનાર હોય જે ચુંટણી શાંતિમય
વાતાવરણમાં પુર્ણ થાય તે હેતુસર જીલ્લામાં ભારતીય બનાવટના ઇગ્લીશદારૂની હેરાફેરી થતી અટકાવવા તથા ઇગ્લીશ
દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને ચિરાગ પટેલ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ રાજપીપલા તથા આર.એસ.ડોડીયા સર્કલ પોલીસ
ઇન્સ્પેકટર દેડીયાપાડા નાઓ સીધા માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફના તથા એસ.એસ.ટી.ટીમ
ધનશેરા ચેક પોસ્ટના માણસોવાહન ચેકિંગમાં હાજર હતા. તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી ઇકો ગાડી આવતા ઇકો ગાડીને
ઉભી રાખી ચેકિંગ કરતા ઇકો ગાડીની વચ્ચેની શીટ નીચે તથા પાછળની શીટ નીચે ચેક કરતા અલગ અલગ પ્લા.મીણીયા
થેલીઓમાં ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂનો કુલ બોટલ નંગ ૪૮ કિ.રૂ.૨૬,૮૮૦/- પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડી કિમતરૂ.૨,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ઇસમો વિરૂદ્ધમાં સાગબારા પોલીસ સ્ટેશન માં પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧,૯૮(૨) મુજબ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવામાં આવેલ છે.
જેમાં(૧) રાકેશભાઇ ચીમનભાઇ પરમાર રહે, ૬૧૧ ગુજરાત હાઉસીંગ બોર્ડ સ્ટાર સ્ટીલ કંપનીની પાછળ માણેજા વડોદરા શહેરતા.જી. વડોદરા
(૨) યોગેશભાઇ રમેશભાઇ શીરસાઠ રહે ૨૭ હાજુમનગર દંતેશ્વર વડોદરા શહેર તા.જી. વડોદરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

આ પણ જુઓ: https://tejgujarati.com/?p=96808

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો 

TejGujarati