હન્ટ્સમેન પાદરા તાલુકાના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ પ્રદાન કરવા માટે સજ્જ   ૮૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્માર્ટ ક્લારૂમ્સનો લાભ લેશે

સમાચાર

 

 

 

 

 

 

 

 

 

બરોડા, ભારત, 12 નવેમ્બર૨૦૨૨:નવીન અને પર્યાવરણીય રીતે ટકાઉ રંગો, રસાયણો અને ડિજિટલ ઈન્કમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ ધરાવતી કંપની હન્ટ્સમેન ટેક્સટાઇલ ઇફેક્ટ્સ પાદરા તાલુકાની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘સ્માર્ટ સ્કૂલ’ પહેલની શરૂઆતનું નેતૃત્વ કરશે. ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટેકનોલોજીથી સજ્જ વર્ગખંડો સાથે ડિજિટલ શિક્ષણ અને સાધનો ઉપલબ્ધ હશે.

 

 

 

હન્ટ્સમેન ટેક્સટાઈલ ઈફેક્ટ્સના બરોડાખાતેના સાઈટ ડાયરેક્ટર કવિશ્વર કાલમ્બેજણાવે છે કે, “આપણા યુવાનો માટે શીખવા અને વિકાસ કરવાનો પ્રાથમિક માર્ગ શિક્ષણ છે. સ્માર્ટ સ્કૂલ પહેલને સમર્થન આપીને અને આ યુવાનોને ડિજિટલ ટૂલ્સ ઉપલબ્ધ કરાવીને,અમે તેમને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે ડિજિટલ રીતેઆધુનિક માનસિકતા સાથે સશક્ત કરવાની આશા રાખીએ છીએ. હન્ટ્સમેન અહીંના અમારા સમુદાય માટે આ પરિવર્તનનું નેતૃત્વ કરવા સક્ષમ હોવા માટે ગર્વની લાગણી અનુભવે છે.”

 

 

 

‘સ્માર્ટ સ્કૂલ’ પહેલ હેઠળ ત્રણ શાળાઓ છે: લાખડી કુઇ પ્રાથમિક શાળા, એમ.બી. ઠક્કર પ્રાથમિક કુમાર શાળા નં.3 અને નાના એકલ બારા પ્રાથમિક શાળા. વર્ગખંડો ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ્સ, વાયરલેસ કીબોર્ડ અને માઉસ, ઓપીએસ: ઈન્ટેલ પ્રીમિયમ i5 પ્રોસેસર સહિત 256 જીબીએસએસડીઅને 8 જીબી રેમસાથેની ટેક્નોલોજીથી સજ્જ હશે જે જીએસઈબીની ડિજિટલ સામગ્રી અને સ્માર્ટ નોટબુક સોફ્ટવેર સાથે ઇનબિલ્ટ છે.

 

 

 

આ પહેલના વિસ્તરણ રૂપેશિક્ષકોના કૌશલ્યને વધારવા માટે તેમજ ઇન્ટરેક્ટિવ અને મનોરંજક હોય તેવા વર્ગખંડની સામગ્રી આપવામાં તેમને મદદરૂપથવા માટેનો આ એક તાલીમ કાર્યક્રમ છે.

 

 

 

હન્ટ્સમેન, કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પ્રોગ્રામના ભાગરૂપે જુદા જુદા નાના શહેરો અને ગામડાઓના સામાજિક-આર્થિક વિકાસને સમર્થન આપવાનું ચાલુ રાખે છે. આ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્ય, પાણી, સ્વચ્છતા અને પશુપાલન પર ધ્યાન કેન્દ્રિત કરીને આસપાસના ત્રણ ગામો સાથેના સમુદાય સમાવેશ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

 

 

TejGujarati