ભાજપા ના ઉમેદવાર ડો દર્શનાબેન દેશમુખના નામ ની જાહેરાત બાદ પ્રબળ દાવેદારોમાં રોષ જોવા મળ્યો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને ટિકિટન મળતાં આવતી કાલે અપક્ષ ઉમેદવારી કરવાની ચીમકી

નાંદોદની બેઠક પરભાજપા માં થયો ભડકો

ભાજપા ના ઉમેદવાર ડો દર્શનાબેન દેશમુખના નામ ની જાહેરાત બાદ પ્રબળ દાવેદારોમાં રોષ જોવા મળ્યો.

પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને ટિકિટન મળતાં આવતી કાલે અપક્ષ ઉમેદવારી કરવાની ચીમકી

દાવેદાર ભારતીબેન તડવી ને પણ ટિકિટ ના મળતાંહર્ષદ વસાવાને જીતાડવા ડમી ફોર્મ ભરશે

રાજપીપલા, તા 10

આજે નાંદોદ વિધાનસભાની બેઠક પરભાજપા ના ઉમેદવાર તરીકે ડો દર્શના બેન દેશમુખ ના નામની જાહેરાત થતા નાંદોદના અન્ય દાવેદારો ને ટિકિટ ન મળતાં ભડકોથયો હતો. અને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ માં વિરોધ પ્રદર્શન ના દ્રશ્યો જોવા મળ્યા હતા.

 

નાદોદની આ બેઠક પર પ્રબળ દાવેદારોમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા
અને પૂર્વ મંત્રી શબ્દસણ તડવી અને ભારતીબેન તડવીનું નામ અગ્રેસર હતુંઆ તમામ ઉમેદવારોના પત્તા કપાતા તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.. દર્શનાબેન દેશમુખના નામની જાહેરાત થયા બાદ પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા ના સમર્થકો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવા ઉમટી પડ્યા હતા. અને ટિકિટ બદલવા ની ફેરવીચારણા કરવાની માંગણી કરી હતી. અને જો હર્ષદ વસાવાની ટિકિટ નહીં મળે તો હર્ષદભાઈને અપક્ષ ઉમેદવારી કરવા મજબૂર કરશે.એમના માટે અમે ફંડ પણ એકત્ર કરીશું. કાર્યકરતાઓ ના જણાવ્યા અનુસાર અનુસાર હર્ષદ વસાવા અપક્ષ ઉમેદવારી કરશે. અને આવતીકાલે હરસિધ્ધિ માતા મંદિરેથી દર્શન કરીને અપક્ષ ઉમેદવારી કરી પોતાનું ફોર્મ ભરશે.
આજે ભારતીય જનતા પાર્ટીના સિનિયર અને સક્રિય મહિલા આગેવાન ભારતીબેન તડવી પણ ટિકિટના પ્રબળ દાવેદાર હતા પરંતુ તેમને પણ ટિકિટ ન મળતા તેઓ પણ નારાજ જોવા મળ્યા હતા ભારતીબેન તડવીએ ટેલીફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું કે
ટિકિટ મને મળી નથી. તેથી તેઓ હર્ષદ વસાવાના સમર્થમાં પ્રચાર કરશે અને હર્ષદ વસાવાને જીતાડશે.તેમણે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની પણ તૈયારી બતાવી હતી. નાંદોદમાં તડવી મતદારોનું વર્ચસ્વ વધારે હોવાથી હર્ષદ વસાવાના સપોર્ટ કરવાનું જણાવી હર્ષદ વસાવાને જીતાડવાનો નિર્ધાર કર્યો હતો.જેને કારણે નાદોદ ભાજપની ઉમેદવારી પર ભડકો જોવા મળ્યો હતો. હવે એ જોવું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી સમર્થકોને કેવી રીતે મનાવે છે? શું હર્ષદ વસાવા ઉમેદવારી કરશે કે પછી એમને મનાવી લેવામાં આવશે. એ તો હવે સમયજ બતાવશે
જોકે આજે સવારે હર્ષદભાઈ વસાવા દર્શનાબેનને ટિકિટ મળતા તેમને અભિનંદન આપવા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા.અને તેમને અભિનંદન આપ્યા હતા. ત્યારે આ અભિનંદન ઉપર છલ્લા જ હતા કે શું એવી પણ ચર્ચા પણ વહેતી થઈ હતી. હર્ષદ વસાવાએ એક મુલાકાતમાં એમ પણ જણાવ્યું હતું કે તેઓ દર્શનાબેન ને જીતાડવામાં મદદ કરશે અને 25,000 થી વધુ માર્જિન માટે તેમની જીતાડશે.તો આ નિવેદન એમનું કેટલું સાચું પડશે એ પણ સમય જ બતાવશે.

જોકે આજે બપોર પછી સફેદ ટાવર ખાતે ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા. જિલ્લા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ મહામંત્રી નીલ રાવસહીત કાર્યકર્તાઓએ અભિનંદન આપ્યા હતા.
ત્યારે હવે નાંદોદ ની બેઠક પર ભાજપને ઉમેદવારી કેટલી સફળ થાય છે તે હવે જોવી રહી

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો..

TejGujarati

1 thought on “ભાજપા ના ઉમેદવાર ડો દર્શનાબેન દેશમુખના નામ ની જાહેરાત બાદ પ્રબળ દાવેદારોમાં રોષ જોવા મળ્યો.

Comments are closed.