આદિવાસી શાળા ચલાવનાર સંચાલક પાસેથી આ કામનાઇન્ટરનેટ આપવાના બહાને કુલ રૂ.૪૮,૧૫૬/-પડાવી લેનાર ઠગ ઝડપાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

શાળા ચલાવનાર સંચાલક પાસેથી ઇન્ટરનેટ આપવાના બહાને કુલ રૂ.૪૮,૧૫૬/-પડાવી લેનાર ઠગ

માંગરોલ તથા બોરીયા આદિવાસી શાળા ચલાવનાર સંચાલક પાસેથી આ કામનાઇન્ટરનેટ આપવાના બહાને કુલ રૂ.૪૮,૧૫૬/-પડાવી લેનાર ઠગ ઝડપાયો

કર્ણાટકનાં
બેંગલુરૂ શહેરમાંથી એલ.સી.બી. નર્મદાપોલીસે ઝડપી પાડ્યો

રાજપીપલા, તા.

નર્મદાનાં માંગરોલ તથા બોરીયા આદિવાસી શાળા ચલાવનાર સંચાલક પાસેથી ઇન્ટરનેટ આપવાના બહાને કુલ રૂ.૪૮,૧૫૬/-પડાવી લેનાર ઠગને કર્ણાટકનાં
બેંગલુરૂ શહેરમાંથી એલ.સી.બી. નર્મદાપોલીસે ઝડપી પાડ્યોછે
આ આરોપી ઇન્ટરનેટ આપવાના બહાના હેઠળ લોકો પાસેથી
એડવાન્સ રૂપિયા લઇને ઇન્ટરનેટ આપતો ન હતો
અનેછેતરપીંડી કરતોહતો

બનાવની વિગત અનુસાર
પ્રશાંત ઝુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાએ
જીલ્લામાં બનતા ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને
ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના તથા માર્ગદર્શનઅનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.
નાઓ રાજપીપલા પો.સ્ટે. ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૫૦૬(૨) મુજબના ગુનાના કામનો આરોપીવિનેશ નાયર રહે.સુર્ય પ્લાઝા કોમ્પલેક્ષ, સંતોષ ચાર રસ્તા,
રાજપીપલાએ બી.એસ.એન.એલ. દ્વારા
ઇન્ટરનેટ કનેકશન આપવા માટે ઓથોરાઇઝ કરેલ હોય અને આ
આરોપી ઇન્ટરનેટ આપવાના બહાના હેઠળ લોકો પાસેથી
એડવાન્સ રૂપિયા લઇને ઇન્ટરનેટ આપતો ન હતો અનેછેતરપીંડી કરતો આ દરમ્યાન નર્મદા કોલેજ ઓફએજ્યુકેશન માંગરોલ તથા બોરીયા આદિવાસી શાળા ચલાવનાર સંચાલક પાસેથી આ કામના આરોપીએઇન્ટરનેટ આપવાના બહાને કુલ રૂ.૪૮,૧૫૬//- લીધેલ અને ત્યારબાદ રૂપિયા લઇ ભાગી જઇ છેતરપીંડી કરેલ જે આ સંચાલકે ફરીયાદ દાખલ કરતાં આરોપીની ટેક્નીકલ તેમજ અંગત બાતમીદારથી માહીતી મેળવીઆરોપી કર્ણાટક રાજ્યના બેંગલુરૂ ખાતે હોવાની ચોકક્સ બાતમી આધારે જે.બી.ખાંભલા, પો.ઇન્સ.
એલ.સી.બી.એ રાજપીપલા પો.સ્ટે.ના પો.સ.ઇ. જે.એ.લટા તથા એલ.સી.બી. શાખાના
સ્ટાફને કર્ણાટક રાજ્યના બેંગલુરૂ ખાતે મોક્લી સદર આરોપી
વિનેશ નાયર રહે.સુર્ય પ્લાઝા કોમ્પલેક્ષ, સંતોષ ચાર રસ્તા, રાજપીપલા ને કર્ણાટક રાજ્યના
બેંગલુરૂ ખાતે ઝડપી પાડી ગુનાના કામે રાજપીપલા પો.સ્ટે.માં સોંપવામાં આવ્યોછે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati