ચૂંટણીતંત્ર દ્વારા રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ના કાર્યક્રમની વિધિવત જાહેરાત કરવામાં આવેલ છે

નર્મદા જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

કોઇપણ વ્યક્તિ આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદ કંટ્રોલ રૂમના ટ્રોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૮૩૯૬ ઉપર કરી શકે છે

રાજપીપલા,તા.6

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ના કાર્યક્રમની વિધિવત જાહેરાત કરવામાં આવેલ છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા જણાવ્યા મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન આદર્શ આચાર સંહીતાનો અમલ થાય અને ચૂંટણી દરમ્યાન આચાર સંહિતાને લગત ફરિયાદોના નિકાલ માટે 24 કલાક ત્રણ શિફ્ટમાં જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર નો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન અને ફરિયાદોના નિરાકરણ માટે .જે.આર.દવે, નાયબ પશુપાલન અધિકારી જિલ્લા પંચાયત, નર્મદાની નિમણુંક નોડલ અધિકારી તરીકે કરવામાં આવેલ છે.
જિલ્લાના હેડક્વાર્ટરમાં ડિઝાસ્ટર શાખા, કલેક્ટર કચેરી, નર્મદા-રાજપીપલા ખાતે હેલ્પલાઇન અને ફરિયાદોનું નિરાકરણ માટેના કોલસેન્ટર ખાતે ઝડપથી ફરિયાદ નિરાકરણ થાય તે અર્થે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર યાદી તેમજ ચૂંટણી કાર્ડની ફરિયાદો કે જરૂરી જાણકારી અર્થે ૧૯૫૦ ટોલ ફ્રી નંબર તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણી લગતી વિવિધ ફરિયાદો અર્થે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૮૩૯૬ તથા ૦૨૬૪૦-૨૩૨૫૦૦, ૦૨૬૪૦-૨૩૨૫૦૧, ૦૨૬૪૦-૨૩૨૫૦૨, ૦૨૬૪૦-૨૩૨૫૦૩ હંટીંગ સુવિધા સાથે ચાલુ કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati