*કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૧મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૧મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી.*

*અને શ્રી જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૮ મી જયંતી ઉજવવામાં આવી.*

તા. ૪ અને પ નવેમ્બર રોજ સદ્ગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૧મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, સવારે ૮ – ૦૦ થી ૧ર – ૦૦ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી.

સાંજે પ – ૦૦ થી ૬ – ૩૦ પાલડી કુમકુમ મંદિર ખાતે ધૂન,કીર્તન કરીને ભગવાનને ફલાહારી વાનગીઓમાંથી ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

રાત્રે ૭ – ૩૦ થી ૯ – ૩૦ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પટ્ટાભિષેક અને જીવનપાણ બાપાશ્રીની પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવામાં આવી.

તા. પ નવેમ્બરને શનિવારના રોજ સવારે ૯ – ૦૦ થી ૧૧ – ૩૦ સત્સંગ સભા યોજાઈ. જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાઈ અને ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી,જીવનપ્રાણ સ્વામીબાપા સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ કારતક સુદ એકાદશીના પર્વ અંગે જણાવ્યું હતું કે*, કારતક સુદ એકાદશીના દિવસે શ્રી રામાનંદ સ્વામીએ સંવત ૧૮૫૭ની સાલમાં પીપલાણામાં શ્રી નીલકંઠ વર્ણીને ભાગવતી દિક્ષા આપીને “શ્રી સહજાનંદ સ્વામી” અને “નારાયણ મુનિ” એવા બે મંગળકારી નામો પાડ્યા હતા.

સંવત ૧૮૫૮માં શ્રી રામાનંદ સ્વામીએ જેતપુરમાં સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામીને સોંપી હતી.તેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારતક સુદ એકાદશીની ઉજવણી કરવામાં આવે છે.

આ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ જે વચનામૃત તેના ઉપર રહસ્યાર્થ પ્રદિપિકાટીકા કરી છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જેવું છે તેવું મહાત્મય તથા અનાદિમુક્તની સ્થિતિ, મૂર્તિમાં રસબસપણે રહેવાની વાત તથા જીવનો આત્યંતિક મોક્ષ કેવી રીતે થાય છે અને ભગવાનના અક્ષરધામને પામવાના સરળ કયા ઉપાયો છે તે અંગે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું છે. અને આજેય સંપ્રદાયમાં વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા, તથા તેમણે કરેલી બે ભાગ વાતોનું વાંચન, શ્રવણ કરી અનેક સંતો – ભક્તો સુખિયા થાય છે.

અને સ્વામિનારાયણ ભગવાના હૃદગત અભિપ્રાયને સમજીને સુખિયા થાય છે.આ જીવનપ્રાણ બાપાશ્રીને સૌ કચ્છના સંત શ્રી અબજીબાપાના નામથી પણ ઓળખે છે. હોંગકોગમાં તેમના જીવન ઉપર પ્રકાશિત થયેલ “ કચ્છના સંત શ્રી અબજીબાપા” નામનું પુસ્તક મોટી સંખ્યામાં વહેચાયું હતું.

આ જીવનપ્રાણ બાપાશ્રીના જીવન ઉપર કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ૧ર૩ર પેજનો શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની રચના કરી છે.

શ્રી મુક્તજીવન સ્વામીબાપાને કારતક સુદ એકાદશીના દિવસે સંતની દીક્ષા આપવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના પિતાનો પ્રાદુર્ભાવ પણ કારતક સુદ એકાદશીના રોજ જ થયો હતો.

આમ,અનેક પર્વનો સમૂહ દિન એટલે કારતક સુદ એકાદશી.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮
– ૬૩૫૨૪૬૬૨૪૮

TejGujarati