એચ.એ કોલેજના પૂર્વ વિદ્યાર્થી ધ્વારા આર્થીક મદદ કરાઈ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

એચ.એ કોલેજના પૂર્વ વિદ્યાર્થી
ધ્વારા આર્થીક મદદ કરાઈ


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પૂર્વ વિદ્યાર્થીના નિશ્વાર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ ધ્વારા કોલેજના વિદ્યાર્થીઓને બી.કોમ. કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ કરવા માટે છેલ્લા ૬ વર્ષથી આર્થીક મદદ કરાય છે. આજરોજ કુલ ૪ વિદ્યાર્થીઓને ૫ લાખના ચેક આપી આર્થીક મદદ કરી હતી. કોલેજના અત્યારસુધી ૪૨ વિદ્યાર્થીઓને દેશની વિવિધ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યા બાદ ૫૮ લાખ રૂપિઆની સ્કોલરશીપ આપી આર્થીક મદદ કરી છે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોલેજના પૂર્વ વિદ્યાર્થી ધ્વારા થતી આર્થીક મદદથી જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે છે જે અસાધારણ મદદ કહી શકાય. હાયર સ્ટડી પૂરો કર્યા બાદ આવા વિદ્યાર્થીઓ ઘણા સારા પેકેજ સાથે ઉચ્ચ હોદ્દા ઉપર જોબ કરી રહ્યાં છે. કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ આવતા વર્ષે વધુ આર્થીક મદદ કરવાનો નિર્ણય કર્યો છે જેથી વધારે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે. આ રીતે પોતાની માતૃ સંસ્થા પ્રત્યે પોતાનું ઋણ અદા કરી રહ્યાં છે. કાર્યક્રમમાં નિશ્વાર્થ ફાઉન્ડેશન ડાયરેક્ટર સ્નેહલ પરમાર ઉપસ્થિત રહ્યાં હતા. કોલેજની કમિટિના સભ્યોએ વિદ્યાર્થીઓની પસંદગી માટે ભારે જહેમત લીધી હતી.

TejGujarati