બે વર્ષથી મોટર સાયકલ ચોરીના ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બે વર્ષથી મોટર સાયકલ ચોરીના ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી
ઝડપાયો

એલ.સી.બી. નર્મદા પોલીસનું ઓપરેશન

રાજપીપળા, તા 9

છેલ્લા બે વર્ષથી કેવડીયા પો.સ્ટે. વિસ્તારના મોટર સાયકલ ચોરીના ગુનાનો નાસતો ફરતો
આરોપીને એલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે.

 

હાલ મા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ડ્રાઇવનું આયોજન
કરેલ જે ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ નાસતા ફરતા
આરોપીઓ પકડવાની
પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક,નર્મદાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને
જે.બી.ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.
નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન
માહીતી મળેલ કે ગુનાના કામનો નાસતો ફરતો
આરોપી મુકેશભાઇ માદરીયાભાઇ ભીલાલા (ચૌહાણ) રહે.
પટેલ ફળીયા, સુમન્યાવાટ તા.સોઢવા જી.અલીરાપુર
(એમ.પી) નાનો નવસારી ખાતે હોવાની બાતમી આધારે એલ.સી.બી. ટીમના પોલીસ કર્મચારીઓને નવસારી ખાતે મોકલી
કેવડીયા પો.સ્ટે.ના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી મુકેશભાઇ માદરીયાભાઇ ભીલાલા (ચૌહાણ)
રહે. પટેલ ફળીયા, સુમન્યાવાટ તા.સોઢવા જી.અલીરાપુર (એમ.પી)ને ઝડપી પાડી આગળની વધુ
તપાસ અર્થે કેવડીયા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

TejGujarati