ગુજરાતી ફીચર ફિલ્મ ” GJ TO NJ” તારીખ 14 ઓકટોબરના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાતી ફીચર ફિલ્મ ” GJ TO NJ ” ( ગુજરાત થી ન્યૂજર્સી ) શુક્રવાર તારીખ 14 ઓકટોબરના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે જેનું નિર્માણ ભવ્ય એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવા માં આવ્યું છે. પ્રણવ પટેલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના નિર્માતા ફાલ્ગુન પટેલ, નાગેશ પાઠક અને તરલ દવે છે. ફિલ્મને સેન્સર બોર્ડમાં પાસ કરાવવાનો અનુભવ જણાવતા નાગેશભાઇએ જણાવ્યુ કે સેન્સર બોર્ડે આરક્ષણ શબ્દ મ્યુટ કરવા કહ્યું જે આઘાતજનક છે.
ફિલ્મ “GJ TO NJ” ( ગુજરાત થી ન્યૂજર્સી ) આજના ગુજરાતી યુવાનને દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને આરક્ષણને કારણે પૂરતી તકો ન મળવાથી પોતાના ઉજ્વળ ભવિષ્ય માટે વિદેશ ગમન કરવાની આકાંક્ષા અને એ માટેના ગુજરાતી યુવાનના સંઘર્ષને રૂપેરી પડદા પર સચોટ અને સુંદર રીતે પ્રસ્તુત કરે છે. ફિલ્મ માં જીતેશ કેશવાલા, પંક્તિ પટેલ અને નિસર્ગ ત્રિવેદી મુખ્ય કલાકારની ભૂમિકા માં છે જ્યારે જીગ્નેશ મોદી, ખુશી આચાર્ય, સાક્ષી સિંહ, રવી મોકરિયા, ધ્રુવ જોશી, હર્ષદ હડિયા સહ કલાકારની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ ફિલ્મના ગીતો “કાલી ઘેલી તારી વાતો” અને “એ ખુદા”ના સંગીતકાર અને ગાયક બંદિશ વાઝ છે. બંને ગીતો કર્ણપ્રિય છે અને તમામ વર્ગના લોકોને ગમશે એવો દિગ્દર્શકને ભરોસો છે. ફિલ્મના નિર્માતા મુજબ આ ફિલ્મ એક હૃદય સ્પર્શી મહત્વાકાંક્ષી પ્રેમ કથા છે.
જાણિતા પત્રકાર સરસ્વતીચંદ્ર આચાર્ય આ ફિલ્મમાં વિશેષ ભૂમિકામાં છે.

TejGujarati