એચ. એ. કોલેજના પ્રિન્સીપાલ હરીયાણાની યુનિવર્સિટીમાં વક્તવ્ય આપશે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

એચ. એ. કોલેજના પ્રિન્સીપાલ હરીયાણાની
યુનિવર્સિટીમાં વક્તવ્ય આપશે.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ તથા ઓલ ઇન્ડીયા કોલેજ પ્રિન્સીપાલ્સ એશોશીએશનના સેક્રેટરી જનરલ સંજય વકીલ હરીયાણા રાજ્યના જીંદની ચૌધરી રણબીરસિંગ યુનિવર્સિટીમાં તા-૮મી ઓકટોબરે યોજાનાર નેશનલ કોન્ફરન્સમાં ન્યુ એજ્યુકેશન પોલીસી-૨૦૨૦ વિષય ઉપર વક્તવ્ય આપશે. પ્રિ.વકીલ આવનારા સમયમાં નવી પોલીસી અંતર્ગત થનારા ફેરફારો, ચેલેન્જીઝ તથા તેના આઉટકમ્સ વીશે વાત કરશે. નવી શિક્ષણ નીતિમાં ભાષાની પસંદગી, ટેકનોલોજીનો ઉપયોગ, મલ્ટીપલ ચોઈસ, અભ્યાસક્રમ તથા એકેડેમીક ક્રેડીટ બેંક સંદર્ભે વિચારો પ્રસ્તુત કરશે. આ નેશનલ કોન્ફરન્સમાં ૮ કુલપતીઓ પણ ન્યુ એજ્યુકેશન પોલીસી વીશે વક્તવ્ય આપશે તથા ૩૦૦ થી વધારે અધ્યાપકો આ પરિસંવાદમાં ભાગ લેશે. વિવિધ તજજ્ઞો ધ્વારા ૨૭ રીસર્ચ પેપર્સ રજૂ થશે.

TejGujarati