પાટણ જિલ્લા મંત્રી રાજકોટ ના વતની અને શંખેશ્વર કોલેજના સંસ્કૃત અધ્યાપિકાડૉ. કુંજલ ત્રિવેદીજી ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધીનગરના સ્થાપના દિવસે બંસરી રીસોર્ટ ખાતે ઉજવણી માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પાટણ જિલ્લા મંત્રી રાજકોટ ના વતની અને શંખેશ્વર કોલેજના સંસ્કૃત અધ્યાપિકાડૉ. કુંજલ ત્રિવેદીજી ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધીનગરના સ્થાપના દિવસે બંસરી રીસોર્ટ ખાતે ઉજવણી માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગત રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રવાદી આ સ્વદેશી સંસ્થા છેલ્લા ઘણા સમયથી ચાલે છે અને ખૂબ સરસ સામાજિક સેવાઓ આપી રહી છે. આ કલબ નો ફાઉંડેશન ડે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી અને પૂર્વ ખૂબજ સાદગી થી પદ શોભાવી ગયેલ ભારત ના પ્રધાન મંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જી ના જન્મ દિવસે ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ દ્વારા ૧૪ મોં ફાઉંડેશન ડે બંસરી રીસોર્ટ ગ્રામ ભારતી ખાતે યોજાઈ ગયો,
આ કાર્યક્રમ માં સૌ પ્રથમ દીપ પ્રાગટય કરવામાં આવ્યું ત્યાર બાદ તમામ પદાધિકારીઓ અને સદસ્યો એ સમૂહ માં વંદે માતરમ્ રાષ્ટ્ર ગાન અને ઇંડિયન લાયન્સ નું એન્થમ ગીત ગાયું
આ કાર્યક્રમ માં પૂર્વ પ્રમુખ ઇ .લા શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા સંસ્થા ના કાર્યો ની વિગત જણાવી, સભ્યો ને ફાઉન્ડેશન દિવસ ની હાર્દિક શુભેચ્છા પાઠવી
આ કાર્યક્રમ માં ઇ. લા શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ઉપાધ્યક્ષ ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા સંસ્થા વિશે વાત કરી હતી અને હવે પછીના કાર્યક્રમ ઓછા ખર્ચે કરવાનું સૂચન કર્યું હતું.
આ કાર્યક્રમ માં ઇ. લા શ્રી જ્યોતિ બેન માંગનાણિ પ્રોજેકટ ચેરમેન, ઈ. લા શ્રી સંજીવ યાદવ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં માવાની કેક કાપી ઇંડિયન લાયન્સ ગાંધી નગર નો જન્મ દિવસ ઉજવાયો હતો. આ કાર્યક્રમ માં પ્રોફૅસર ડૉ કુંજલ ત્રિવેદી એ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમ માં શ્રી પ્રમુખ શ્રી વિમલા બેન યાદવ દ્વારા તમામ પદાધિકારીઓ અને સદસ્યો ને ફાઉંડેશન જન્મ દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે આગામી કાર્યક્રમો અને પ્રોજેક્ટ અંગે વિશેષ ચર્ચા કરવાં આવી હતી .
આ કાર્યક્રમ માં શ્રી અંકિત યાદવ, શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ, શ્રી રાજેશ ગુપ્તા જી, શ્રી અરમાન યાદવ, શ્રી પર્થેશ યાદવ શ્રીમતી પર્વતી બેન પટેલ, શ્રી મમતા બેન, અસ્મિતા બેન ચૌહાણ ઉષા બેન ચૌહાણ, ગીતાંજલિ ગુપ્તા, મમતા બેન, વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ શાનદાર રીતે ફાઉંડેશન ડે ઉજવાયો હતો
અંત માં આભાર વિધિ શ્રી મૌલિક આસોડિયા દ્વારા કરવામાં આવી હતી.

TejGujarati