વડોદરા તેમજ ઉત્તર ભારતમાં થયેલા વિવિધ અકસ્માતોમાં મદદ પહોંચાડતા મોરારીબાપુ

ધાર્મિક
ગઈકાલે વડોદરા નજીક એક કન્ટેનર ટ્રક અને રીક્ષા વચ્ચે દુઃખદ અકસ્માત થયો હતો જેમાં 10 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. હરિદ્વાર નજીક એક લગ્નની બસને અકસ્માત થતાં 25 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. એ જ પ્રમાણે ઉત્તરકાશી નજીક હિમાલયમાં શિખર આરોહણ કરવા ગયેલ પર્વતારોહીઓ ના જૂથમાંથી હિમપ્રપાત થવાને કારણે 10 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આમ જુદી જુદી ઘટનાઓમાં 45 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.
       આ તમામ મૃતકો ની યાદી મેળવી પ્રત્યેક મૃતકના પરિવારજનોને ₹5,000 ની સહાય રાશિ પહોંચાડવા મોરારીબાપુએ જણાવેલ છે. જેની કુલ રકમ બે લાખ પચ્ચીસ હજાર રૂપિયા થશે. વડોદરા અને દિલ્હી સ્થિત રામકથા ના શ્રોતાઓ દ્વારા આ રકમ પહોંચતી કરવામાં આવી રહી છે. પુજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે તેમજ તેમના પરિવારજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે.
TejGujarati