અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટે કેટેગરી III ઓલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ અલ્કેમી ઇમર્જિંગ લિડર્સ ઓફ ટુમોરો લોન્ચ કરી હોવાની ઘોષણા કરી

બિઝનેસ સમાચાર

 

 

 

અલ્કેમી ઇમર્જિંગ લિડર્સ ઓફ ટુમોરો લાંબા ગાળાના મૂડી વધારા માટે 4 વર્ષના સમયગાળા સાથે રૂ. 500 કરોડ અને તેથી વધુ ભંડોળ ઉભા કરવાનો આશય રાખે છે

ફંડના પોર્ટફોલિયોમાં ખાસ કરીને એવા 20-25 શેરોનો સમાવેશ થશે જેને બોટમ-અપ પ્રક્રિયા દ્વારા પસંદ કરાયા હોય. નીતિગત અને મજબૂત વ્યવસ્થાપન ધરાવતી ટીમ, સલામત નાણાંકીય અને સ્પર્ધાત્મક લાભો ધરાવતી કંપનીઓને ઓળખી કાઢવાનો પ્રયત્ન છે જે બજારની સ્થિતિને સુધારવામાં પરિણમશે.

 

મુંબઇ, 03 ઓક્ટોબર, 2022: ભારતના અનેક અગ્રણી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રદાતાઓમાંની એક એવી અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટ પ્રાયવેટ લિમીટેડએ 4 વર્ષના સમયગાળાની અને રૂ. 500 કરોડ અને તેનાથી વધુ ભંડોળને લક્ષ્યાંક બનાવતા નવી CAT III AIF સ્કીમ ‘અલ્કેમી ઇમર્જિંગ લિડર્સ ઓફ ટુમોરો’ લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે. આ નવુ ફંડ અગ્રણી તરીકે ઉભરતી સ્મોલ અને મિડકેપ કંપનીઓની પુષ્કળ વૃદ્ધિ સંભાવના પર મદાર રાખવા માટે રોકાણકારોને સક્ષમ બનાવવાના હેતુથી લોન્ચ કરવામાં આવી છે.

 

20-25 શેરોના ક્ષેત્રમાં આગળપડતા હોય તેના પોર્ટફોલિયો સાથે આ ફંડ મોટે ભાગે સ્મોલ અને મિડકેપ કંપનીઓમાં આશરે ઓછામાં ઓછી 65% ફાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પોર્ટફોલિયોમાં લાર્જ કેપ્સ અને 10% આઇપીઓંમાં તેમજ લાગુ પડતા કાયદા અનુસાર મંજૂર અન્ય સાધનોમાં રોકાણ કરવાનો સમાવેશ થાય છે. આ સ્કીમનો હેતુ રેસિડન્ટ ઇન્ડિયન્સ એનઆરઆઇ, એચએનઆઇ, હિન્દુ અવિભક્ત કુટંબ (એચયુએફ), બેન્કો, કોર્પોરેટ સંસ્થા, ભાગીદારી પેઢી, એક્રીડિટેડ ઇન્વેસ્ટર્સ એન્ડ ટ્રસ્ટ કે જેઓ ઊંચી વૃદ્ધિના સંજોગો સાથે લાંબા ગાળાની મૂડી વધારાની ઇચ્છા રાખે છે તેમની પાસેથી ભંડોળ એકત્રિત કરવાનો લક્ષ્ય ધરાવે છે. ભારતમાં વધતા બિનજરૂરી ખર્ચા, ડિજિટલાઇઝેશન, વૈશ્વિક આઉટસોર્સીંગ, આયાત પૂરકતા અને સુધરતી ઉત્પાદન સ્પર્ધાત્મકતા અને રોકાણ જેવા પરિબળોથી ફાયદો લઈને લાભ કરતી મજબૂત વૃદ્ધિ સંજોગો ધરાવતી ઉચ્ચ ગુણવત્તાવાળી કંપનીઓને ઓળખી કાઢી ઓછામાં ઓછા રૂ. 1 કરોડના રોકાણ દ્વારા લાંબા ગાળાના મૂડી વધારાને પેદા કરવાનો ફંડની વ્યૂહરચનામાં સમાવેશ થાય છે.

 

શ્રી હિરેન વેદ, માર્કેટ વેટરન, અને અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટના સહ-સ્થાપક, ડિરેક્ટર, CEO અને CIO તેમના સહકર્મચારી અને કો-ફંડ મેનેજર, મૈથીલી બાલાક્રિશ્નન સાથે મળીને અલ્કેમી ઇમર્જિંગ લીડર્સ ઑફ ટુમોરોનું સંચાલન કરશે.

 

નવા ફંડના લોન્ચ પર ટિપ્પણી કરતા શ્રી હિરેન વેદએ જણાવ્યું હતુ કે “ભારત ઉત્પાદન અને ડિજીટલ-આધારિત બિઝનેસીસ દ્વારા મજબૂત આર્થિક સુધારાની ટોચ પર છે. રોકાણકારોએ પહેલેથી પ્રવર્તમાન અગ્રણીઓના સમર્થનથી મજબૂત સ્ટોરીનો લાભ ઉઠાવ્યો છે ત્યારે અલ્કેમી ઇમર્જિંગ લિડર્સ ઓફ ટુમોરો માટે વધુ ચોક્સાઇ ધરાવતા અને નવીન કારોબાર ધરાવતા મોડેલ્સ સાથે નવા ઉદ્યોગસાહસિકો અને જે ગુણવત્તાયુક્ત વૃદ્ધિની ખેવના રાખતા હોય તેમના પર મદાર રાખવાનો અમારો પ્રયત્ન છે. સ્પર્ધાત્મક અને આકર્ષક હોય તેવા સ્મોલ અને મિડકેપ ક્ષેત્રના વિજેતાઓમાંથી પસંદ કરીને અમે રોકાણકારોને અને ફેમિલી ઓફિસોને બહોળા ક્ષેત્રોમાં અગ્રણીઓના હવે પછીના સમૂહ પર દાવ લગાવવા માટે પ્લેટફોર્મ આપવા માગીએ છીએ.”

 

કો-ફંડ મેનેજર મૈથીલી બાલાક્રિશ્નન નાણાં અને માર્કેટ્સમાં ખાસ કરીને ઇક્વિટી વિશ્લેષણ અને ફંડ મેનેજમેન્ટમાં 19 વર્ષથી વધુની કુશળતા ધરાવે છે તેમણે ઉમેર્યુ હતુ કે ભારત વ્યાપક વૃદ્ધિના તબક્કામાં પ્રવેશી રહ્યુ છે અને સ્મોલ અને મિડકેપ ક્ષેત્ર ભારતમાં આકર્ષક રિટર્ન્સ (વળતર)નું સર્જન કરવાની તક ઓફર કરે છે તેવુ અમે માનીએ છીએ. તેમજ સ્મોલ અને મિડકેપ કદના બિઝનેસીસ છેલ્લા થોડા વર્ષમાં અસંખ્ય તણાવમાંથી પસાર થયા છે છતા પણ મજબૂત રીતે ઊભરી આવ્યા છે અને વર્તમાન માગ પર્યાવરણનો લાભ ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે. અમારો હેતુ આવા બિઝનેસીસને શોધી કાઢવાનો અને લાંબા ગાળાની મૂડી વધારા માટે તેમનામાં રોકાણ કરવાનો છે.”

 

અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટ તેમના PMS ના મિડ અને સ્મોલ કેપમાં નિવેશ બે દાયકાના અનુભવનો અને અગાઉની AIF સ્કીમ્સ જેમ કે અલ્કેમી લિડર્સ ઓફ ટુમોરો – ક્લોઝ્ડ એન્ડેડ ફંડ જે 29 નવેમ્બર 2021ના રોજ મેચ્યોર થયા હતા તેના અનુભવનો લાભ ઉઠાવશે. જેણે પ્રારંભથી (એટલે કે 29 નવેમ્બર 2018) જ તેના બેન્ચમાર્ક એસએન્ડપી બીએસઇ 500ના 17.4% સામે 22.1% સીએજીઆર દરે અને અલકેમિ લિડર્સ ઓફ ટુમોરો (ઓપન-એન્ડેડ સ્કીમ) જેણે તેના બેન્ચમાર્ક એસએન્ડપી બીએસઇ 500ના 5.4% સામે 14.4%નું અને 11.1% બેન્ચમાર્ક સામે પ્રારંભથી જ (એટલે કે 3 જાન્યુઆરી, 2018)થી 13.1% સીએજીઆરનું વળતર આપ્યુ છે..

 

TejGujarati