કે. આર. ઝવેરી એન્ડ કંપનીએ નિકોલમાં તેના બીજા ભવ્ય શોરૂમનું ઉદ્ઘાટન કર્યું

બિઝનેસ સમાચાર

 

 

અમદાવાદ,  ઓક્ટોબર, 2022: ગુજરાતના અગ્રણી જ્વેલર્સ પૈકીના એક કે.આર. ઝવેરી એન્ડ કંપનીએ નવા નિકોલમાં તેમના બીજા શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરીને નવરાત્રી અને દિવાળીમાં ગ્રાહકોને આકર્ષક ડિઝાઇન ધરાવતી જ્વેલરીની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવવાની પોતાની કટીબદ્ધતા પ્રદર્શિત કરી હતી. આ નવો અને લક્ઝુરિયસ સ્ટોર શહેરમાં ખૂબજ ઝડપથી વિકસતા નિકોલ વિસ્તારમાં મનોહર વિલા સર્કલ પાસે અવની એવન્યુ ખાતે આવેલો છે, જે આ વિસ્તારના ગ્રાહકોને ખરીદીનો બેજોડ અનુભવ પૂરો પાડશે.

 

આ ઉદ્ઘાટન પ્રસંગે શોરૂમના માલીક રણજીત સોનીએ જણાવ્યું હતું કે, નિકોલમાં અમારો બીજો શોરૂમનું ઉદ્ઘાટન કરતાં હું અને અમારા તમામ કર્મચારીઓ ખુશીની લાગણી અનુભવીએ છીએ. ગ્રાહકોની વિવિધ પ્રસંગો મૂજબ જ્વેલરીની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખતાં અમે ખૂબજ કાળજીપૂર્વક જ્વેલરી ડિઝાઇન કરી છે, જે પરંપરાગત અને આધુનિક જ્વેલરી બંન્નેનો ઉત્તમ સુમેળ બની રહેશે.

 

તેમણે ઉમેર્યું હતું કે, અમારી પ્રત્યેક કામગીરીમાં ગ્રાહકોની અપેક્ષાઓ અને નવા ટ્રેન્ડ્સને કેન્દ્રમાં રાખવામાં આવે છે અને તેથી જ અમારી દરેક પ્રોડક્ટ્સ ઇન-હાઉસ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે તેમજ કોઇપણ પ્રોડક્ટ્સ બહારથી તૈયાર લાવીને વેચવામાં આવતી નથી. મોટી સંખ્યામાં ગ્રાહકો અમારી બ્રાન્ડ અને પ્રોડક્ટ્સમાં વિશ્વાસ ધરાવે છે અને તેમનો વિશ્વાસ વધુને વધુ મજબૂત થઇ રહ્યો છે. નિકોલ વિસ્તારમાં અમે બિઝનેસની અપાર સંભાવનાઓને જોઇ રહ્યાં છીએ.

 

હાલ નવરાત્રી અને ટૂંક સમયમાં દિવાળીના તહેવારને લક્ષ્યમાં રાખતાં ગ્રાહકોને 100 ગ્રામ સોના ઉપર 200 ગ્રામ ચાંદી ફ્રી જેવી આકર્ષક સ્કીમનો લાભ પણ મળી રહેશે.

 

TejGujarati