100 થી વધુ ફિલ્મી કલાકારો સાથે ગરબાનું સેલિબ્રેશન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ

100 થી વધુ ફિલ્મી કલાકારો સાથે ગરબાનું સેલિબ્રેશન

અમદાવાદ ખાતે ગરબા સેલિબ્રેશન વિથ સેલેબ્રિટિસ” માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી 100થી વધુ પ્રતિભાઓએ એક સાથે ગરબે ઘૂમી નવલી નવરાત્રિની યાદગાર ઉજવણી કરી હતી.

ગુજરાતીઓની ઓળખ અને સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ મહોત્સવ હાલ તેના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 100થી વધુ ચહેરાઓ એક સાથે નવરાત્રિની અનોખી અને યાદગાર ઉજવણી કરતા હોય તેવા ભવ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. જાણીતા પ્રોડ્યુસર, જેન્કોક ફિલ્મ્સના વૈશલ શાહ અને એફએટીસી એન્ટરટેનમેન્ટના અવની સોનીઅને કુણાલ સોની દ્વારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના 100થી વધુ જાણીતા ચહેરાઓને એક સાથે ગરબે ઘૂમતા જોવાના ભવ્ય અવસરને “ગરબા સેલિબ્રેશન વિથ સેલેબ્રિટિસ”ના આયોજન સાથે સાકાર કરવામાં આવ્યું હતુ. ગરબા સેલિબ્રેશન વિથ સેલેબ્રિટિસમાં જાણીતા અભિનેતાઓ, અભિનેત્રીઓ, નિર્માતાઓ, દિગ્દર્શકો, ગાયકો અને સંગીતકારો સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક ચહેરાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે જેન્કોક ફિલ્મ્સના વૈશલ શાહે જણાવ્યું,“વિશાળ સંખ્યામાં ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓને એક સાથે ગરબા રમતા જોઇ ખૂબ જ આનંદ થઇ રહ્યો છે. આ પ્રકારના આયોજન થકી ઇન્ડસ્ટ્રીના લોકો એક-બીજાને મળતા રહે તે ખૂબ જ જરૂરી છે. આજની નવરાત્રિની ઉજવણી સમાજને સૂચક સંદેશ આપી રહી છે કે આ તમામ ચહેરાઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક ઓળખ આપવા માટે એક પરિવારની જેમ એક સાથે મળીને કામ કરી રહ્યાં છે.સમાજમાં આ સંદેશ પાઠવવા માટે આઠમાનોરતાથી વિશેષ કોઇ અન્ય દિવસ ન હોઇ શકે!છેલ્લા કેટલાંક વર્ષોથી દિવાળી પર્વની ઉજવણી માટે ઇન્ડસ્ટ્રીના જાણીતા નામ એક સાથે એકત્ર થતા હોય છે, પરંતુ પ્રથમ વખત નવરાત્રિમાં આ આયોજન કરવામાં આવ્યું છે.” ગરબા સેલિબ્રેશન વિથ સેલેબ્રિટિસ વિશે વાત કરતા એફએટીસી એન્ટરટેનમેન્ટના અવની સોનીએ જણાવ્યું,“ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી પ્રતિભાઓ એક સાથે ગરબે ઘૂમી ગુજરાતીઓની ઓળખ અને સંસ્કૃતિ સમાન નવરાત્રિની ઉજવણીને અનોખી અને યાદગાર બનાવી શકે તે માટે અમદાવાદમાં આવેલા આરવ ફાર્મ ખાતે “શેરી ગરબા ગરબા સેલિબ્રેશન વિથ સેલેબ્રિટિસ”નું આયોજન કરવામાં આવ્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ જાણીતા લોકોની તેમની પોતાની ઉજવણી છે. અહીં ગરબે ઘૂમી આ તમામ પ્રતિભાઓ વ્યસ્તતા વચ્ચે પોતાની પળોને માણી હતી. આનો ઉદ્દેશ કલાકારો સ્વયંના આનંદને માણી શકે અને એક-બીજા સાથે જોડાયેલા રહે તે ઉદ્દેશ આ આયોજન પાછળ રહેલો છે. આ ગરબા ના આયોજન દરમ્યાન ઉપસ્થિત કલાકારો અને નિર્માતાઓ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી.

TejGujarati