એચ.એ.કોલેજમાં ગાંધી જયંતિ નિમિત્તે વક્તવ્ય યોજાયુ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

એચ.એ.કોલેજમાં ગાંધી જયંતિ
નિમિત્તે વક્તવ્ય યોજાયુ

  1. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એચ.એ.ગાંધીઅન સોસાયટી ધ્વારા 2જી ઓકટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે “મારૂ જીવન એજ મારો સંદેશ” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. મુખ્ય વક્તા તરીકે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે ગાંધીજીએ આપેલા ૧૧ નિયમોની વાત કરેલ હતી જે આજે પ્રસ્તુત છે. સત્ય અને અહિંસાનો સિધ્ધાંત આજે સમાજમાં ઓછો જોવા મળે છે. આધુનીક સમયમાં શાંતી તથા પ્રેમનું વાતાવરણ ઉભુ કરવુ હોય તો ગાંધીજીના વિચારોને આપણે અપનાવવા પડશે. દેશ પ્રત્યેની પ્રમાણિકતા તથા વફાદારી વગર વિશ્વગુરૂ ના બની શકાય. ક્યારેક વધારે પડતી ભૌતિક સુવિધાઓ મેળવવામાં આપણે “સિમ્પલ લિવીંગ તથા હાઈ થીંકીંગ” કોન્સેપ્ટને ભુલી જઈએ છીએ. અણુબોંબની ધમકીઓ તથા પરમાણુ યુધ્ધની વાતોથી કયારેય વિશ્વશાંતી સ્થાપી શકાય નહી. ગાંધીજીએ આપેલા સિધ્ધાંતો સાચા અર્થમાં અપનાવવામાં આવે તો ભારતને વિકસીત દેશ થતા કોઈ રોકી શકશે નહી. ગાંધીજીના વિચારો તથા તેમનું જીવન આજે પણ પ્રેરણાદાયી છે માટે જ એમણે કહ્યું હતુ કે મારૂ જીવન એજ મારો સંદેશ છે. વિશ્વમાં પ્રેમનું સામ્રાજ્ય સ્થાપવુ હોય તો ગાંધીજીએ ચીંધેલા માર્ગ ઉપર જવુ પડશે.
TejGujarati