જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ગરબા નાઇટનું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર
સંજીવ રાજપૂત

જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ગરબા નાઇટનું આયોજન

નવરાત્રિના ગરબા રમવા માટે ઇમેજિંગ ફોટોગ્રાફર એસોસિએશન જામનગર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોટોગ્રાફર એસોસિએશનના ફોટોગ્રાફર સહિત તેમના પરિવારના સભ્યો જોડાયા હતા. જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સહ પરિવાર ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને બહેનો ગરબે ઝૂમતી જોવા મળી હતી તો આ ગરબામાં ફોટોગ્રાફર્સ મિત્રો પણ સાથે જોડાયા હતા અને ગીતોના તાલે ગરબે ઝૂમયા હતા. આ ઉપરાંત મહાઆરતી સાથે સાથે તેઓ દ્વારા પ્રીતિભોજનું પણ સાથે સુંદર આયોજન વનવિહાર રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. ફોટોગ્રાફર એસોસિએશનના સભ્ય રાજુભાઇ યાદવ અને મિત્રો દ્વારા વ્યવસ્થા અને ગરબા નાઇટનું સુંદર સંચાલન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

TejGujarati