નવરાત્રી ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ખેલૈયા ઓ પણ પુર જોશમાં તૈયારી કરવા લાગ્યા છે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નવરાત્રી ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ખેલૈયા ઓ પણ પુર જોશમાં તૈયારી કરવા લાગ્યા છે.


2 વર્ષ થી કોરોના ને કારણે ખેલૈયા ઓ ને ગરબા કરવા મળ્યા નથી માટે આ વખતે ડબલ ઉત્સાહ થી તૈયારી ચાલી રહી છે. તેવા જ એક ખેલૈયા અનુજ મુદલિયાર છે. જેમના ગ્રૂપ નું નામ એ. એમ. પર્ફોર્મિંગ આર્ટ છે. તેઓ દર વખતે અલગ અલગ થીમ પર પાઘડી બનાવતા હોય છે. 2019 માં તેઓ એ મોદી પાઘડી બનાવી હતી તો 2020 માં કોરોના ની ચિંતા પાઘડી તથા 2021 માં રિયલ હીરો પાઘડી સોનું સુદ ની બનાવી હતી. અને આ વખતે તેમણે તિરંગા કમળ પાઘડી બનાવી છે જેનું વજન 4 કિગ્રા છે. તેમણે આ પાઘડી માં ખાસ તિરંગા, નરેન્દ્ર મોદી અને અભિનેતા સોનું સુદ છે. તેમને આ પાઘડી બનાવમાં 25 દિવસ જેટલો સમય લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય ડાંસ કોરિયોગ્રફર ના કપડાનો ખર્ચ એક વ્યક્તિ દીઠ 45000 જેટલો છે તેવા 10 લોકો નું ગ્રૂપ છે. જેમાં દરેક વ્યક્તિ એ આવા અવનવા આભૂષણો પેરીને 50000 જેટલો ખર્ચ કર્યો છે.

TejGujarati