કુમકુમ મંદિર દ્વારા શ્રી મુકતજીવન સ્વામીબાપાની ૧૧૫ મી જયંતી ઉજવાશે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*કુમકુમ મંદિર દ્વારા શ્રી મુકતજીવન સ્વામીબાપાની ૧૧૫ મી જયંતી ઉજવાશે.*

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૫મી પ્રાગટ્ય જયંતી તા.ર૩ થી તા. રપ સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્વારા ભવ્ય રીતે ઉજવાશે.

આ મહોત્સવ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે,આ પ્રસંગે તા. ર૩ ને શુક્રવારના રોજ સાંજે પ – ૦૦ થી ૮ – ૦૦ સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ અને કીર્તન ભક્તિ,સંતવાણી કાર્યક્રમ યોજાશે.

તા. ર૪ ને શનિવાર ના રોજ સાંજે ૪ – ૦૦ થી ૭ – ૦૦ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પ્રાગટ્ય ભૂમિ ખેડા ખાતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાલખી યાત્રા, અભિષેક, સમૂહરાસ, સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

તા. રપ ને રવિવારના રોજ સવારે ૮ – ૩૦ થી ૧ર – ૦૦ શ્રી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવશે,ત્યારબાદ પુષ્પ, શર્કરા, પુંગીફલથી તુલાવિધિ, પંચામૃતથી મહા અભિષેક, યુવાનો દ્વારા રાસ યોજાશે. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.

આ પ્રસંગે ગુજરાત તેમજ લંડનથી મોટી સંખ્યામાં સત્સંગનો લાભ લેવા ભક્તો પધારશે.

*કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે*,જીવનપ્રાણ સ્વામીબાપાએ ગુજરાત ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ પદે રહીને જનસમાજની સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશની ભૂમિ ઉપર તેઓ સૌ પ્રથમ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને લઈને ઈ.સ. ૧૯૪૮ માં આફ્રીકા પધાર્યા હતા. ત્યારથી વિદેશની અંદર સત્સંગ પ્રચારનો પ્રારંભ થયો છે અને જેને લઈને આજે અનેક મંદિરો સ્થપાયા છે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

TejGujarati