*એસીબી સફળ ટ્રેપ*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*એસીબી સફળ ટ્રેપ*

ફરીયાદી : એક જાગૃત નાગરિક

આરોપી : વિવેકભાઈ જયંતિભાઈ કેવડીયા, પેટા હિસાબનીશ, વર્ગ-૩, પેન્શન ચુકવણી કચેરી, જીલ્લા સેવા સદન-૨, અઠવાલાઇન્સ, સુરત

ગુનો બન્યા તારીખ : ૨૦.૦૯.૨૦૨૨

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૬૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૬૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૬૦,૦૦૦/-

ગુનાનુ સ્થળ : સુરત જીલ્લા સેવા સદન-૨, બી-વીંગ, ગ્રાઉન્ડ ફલોર, પેન્શન ચુકવણા કચેરી, સુરત

ટૂંક વિગત : આ કામના ફરીયાદી પોતાના પતિ સરકારી ખાતામાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલ અને તેઓને મળતા કુટુંબ પેન્શનની રકમ માં મળવા પાત્ર વધારાની રકમની કાર્યવાહી કરવા અને ફરિયાદીને પેન્શનમાં અંદાજીત રકમ રૂ.૨,૬૦,૦૦૦/- મળવાપાત્ર હોય, જેમાંથી આરોપીએ રૂ.૬૦,૦૦૦/- ની લાંચ પેટે ફરીયાદી પાસે માંગણી કરેલ
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૬૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વિકારી સ્થળ ઉપર પકડાઈ જઈ ગુનો કર્યા બાબત

નોંધ : આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

ટ્રેપીંગ અધિકારી : શ્રીમતી એ.કે.ચૌહાણ પોલીસ ઇન્સપેકટર (ફિલ્ડ) એસીબી સુરત એકમ તથા સ્ટાફ

સુપર વિઝન અધિકારી : શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત

TejGujarati