અકાઈ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં 540 સ્ટોર્સ સુધી પહોંચવા રિલાયન્સ રિટેલ સાથે જોડાણ કર્યું  

બિઝનેસ સમાચાર

 

જાપાની ઉત્પાદક અકાઈએ અકાઈ સ્માર્ટ ટીવીના લોન્ચિંગ સાથે રિલાયન્સ રિટેલ સાથે જોડાણ કર્યું, પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની અને સમગ્ર દેશમાં પહોંચને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.

 

અકાઈ ભારતના ઝડપથી વિકસતા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં સ્માર્ટ ટીવી રજૂ કરવા રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી કરી

 

નવી દિલ્હી, સપ્ટેમ્બર, 2022: અકાઈ ઈન્ડિયાએ તેના પોર્ટફોલિયોને વિસ્તારવા અને સમગ્ર દેશમાં તેની પહોંચ વધારવા માટે રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી કરી છે. દેશભરમાં 540 સ્ટોર્સમાં ઉપલબ્ધ તેના ઉત્પાદનો સાથે આ ભાગીદારી અકાઈની હોમ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્ટ્સની અદ્યતન શ્રેણીને વ્યાપક ગ્રાહકો સુધી લઈ જશે. અકાઇની 32-ઇંચની સ્માર્ટ ટીવી રેન્જ રૂ.9999ની પ્રારંભિક કિંમતે માત્ર રિલાયન્સ રિટેલ માર્કેટ ચેનલો પર ઓફર કરવામાં આવી રહી છે, જે ગ્રાહકોને આકર્ષવા ખાતરી આપે છે.વધુમાં, અકાઈનું અદ્યતન રિમોટ, ગ્રાહકો માટે ઇન્ટરેક્ટિવ મનોરંજન અને સરળ સુલભતા આ ભાગીદારીમાં ઉમેરો કરે છે.

 

અકાઈ ઈન્ડિયાના ડિરેક્ટર અનુરાગ શર્માએ જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલ સાથેની આ ભાગીદારી માત્ર પ્રતિષ્ઠિત નથી પણ બંને પક્ષો માટે અત્યંત ફાયદાકારક પણ છે. આ ભાગીદારી સાથે અકાઈ તેના ઘરેલું મનોરંજન ઉત્પાદનો દેશના ઝડપથી વિકસતા બજારમાં ઉપલબ્ધ કરાવશે. રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “રિલાયન્સ રિટેલે તેના ભાવિને આકાર આપવા શક્ય તેટલા વધુ ગ્રાહકો સુધી અદ્યતન જાપાનીઝ ટેક્નોલોજી લાવવાના ઉદ્દેશ્ય સાથે આ ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે.”

 

આ ભાગીદારી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશ ઝડપી શહેરીકરણના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. લોકોની વધતી જતી આવક સાથે, નવા ઉત્પાદનોના લોન્ચિંગ સાથે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ 2022-2030 વચ્ચે 6.5 ટકા વધીને 2030 સુધીમાં 124.94 અબજ ડોલર સુધી પહોંચશે. 2021માં બજારનું મૂલ્ય $71.2 બિલિયન હતું, જેમાં ટીવી સૌથી વધુ બજાર હિસ્સો ધરાવે છે. આવી સ્થિતિમાં અકાઈ અને રિલાયન્સ વચ્ચેની આ ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાં 2021માં વેચાણમાં 55 ટકાનો વધારો થયો છે.

 

વધુમાં આ ભાગીદારી રિલાયન્સ રિટેલના મજબૂત ઓમ્ની-ચેનલ માર્કેટ અભિગમ દ્વારા અકાઈના અદ્યતન ઉત્પાદનોને વ્યાપક ગ્રાહકો સુધી લાવશે જે તેની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને અસરકારકતામાં વધારો કરવાનું ચાલુ રાખે છે.

 

આ ભાગીદારી હેઠળ બંને બ્રાન્ડ નવા લોન્ચ માટે એકબીજા સાથે મળીને કામ કરશે. અકાઇ આગામી સમયમાં તેની વેબ ઓએસ, 4K સ્માર્ટ ટીવી, હોમ ઓડિયો અને વોશિંગ મશીન રેન્જ પણ લોન્ચ કરશે.અકાઈનો ધ્યેય સમગ્ર દેશમાં તેની પહોંચને વિસ્તારવાનો અને ગ્રાહકોના જીવનને તેના અત્યાધુનિક કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો સાથે સરળ બનાવવાનો છે, જેમાં કંપનીનું વિઝન રિલાયન્સ રિટેલમાં ચાવીરૂપ યોગદાન આપનાર છે જે અકાઈના ઇનોવેશનને આગળ લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

TejGujarati